Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ ૦ અંક ૪૨-૪૩ ૦ તા. ૧૯-૧-૨૦૦૧
સુલસા
મહાસતી
લેખાંક - ૨
સાગર જેવાજ ઉદાર અને ગંભીર હતા; રાજગૃહ ના નગરવાસીઓ, સમુદ્રમાં હંમેશા નીર ઘૂઘવતા રહે છે.
રાજગૃહીના નર-નારીઓના જીવનમાં પણ ગુણોના તરંગો ધૂ - ઘૂ ઘૂઘવતા રહેતા. સમુદ્ર, વાદળોને જળનું દાન કરે છે.
રાજગૃહીના રહીશો વૈરાગીઓને અને યાચકોને યથેચ્છ દાન દેતા. આથી જ તેઓ ઉદાર અને દાનવીર તરીકે ધરતીપર પંકાઈ ગયા.
૨ મુદ્રની ભીંતરમાં રત્નોનો ખજાનો ખડકાયો હોય છે. ૨ જગૃહીના રહીશો પર પણ લક્ષ્મીદેવીની કૃપા વર્ષા વઃ સતી રહેતી. આથી જ તેઓ લક્ષ્મીનંદન બની
નવા.
૨ જગૃહીના બહુધા નાગરિકો આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ તા. ધનિકોનો વસવાટ ત્યાં સેંકડો - હજારોની સંખ્યામાં થયેલો. સમુદ્ર, અનેક અનેક સરિતાઓના નીરથી સદૈવ ઉભરાતો રહે છે.
-
*
૨ જગૃહીના વેપારીઓએ હજારો ગામડાઓની જીવાદારીનું નેતૃત્વ સ્વીકાર્યું તું. રાજગૃહીનો નારીવૃન્દ પણ એવાજ ગુણગાન હતો.
સુવર્ણના કટિસૂત્રો તેમની કેટ પર ચમકતા. ટકરાતા અને શરીર સાથેના તેના ઘર્ષણમાંથી પણ મધુર સંગીત - ૨જાતું.
* દેવાંગનાઓ જેવું જ દેહલાલિત્ય તે સુંદરીઓને ભેટ મળ્યું તું. જેવી તે સ્વરૂપવતી એવીજ શીલવતી.
*
તે સન્નારીઓ પાછી પતિવ્રતા' વ્રતનું અખંડ પાલન ણ કરતી. આથીજ પતિદેવોના નાજુક પ્રેમનું તેઓ પાન બની જતી.
મે પર્વત જેવીજ ઉત્તુંગ તેમ છતાં કૃશ – સુડોળ અને ગોળાકાર દેહયષ્ટિ ધરાવનારી નારીઓ પણ રાજગૃહીમાં ઉપલબ્ધ હતી.
આવી સૌન્દર્યવતી તે રાજગૃહી...
ન હતા; ત્યાં જ કોઈ જડબુદ્ધિ માનવો.
ન હતા; ત્યાં બે-બોલા દુર્જન પુરૂષો.
ન હતા; ત્યાં વિશ્વાસનો વિધાત કરનારા શઠ પુરુષો.
ન હતા; ત્યાં મનુષ્યોનો વધ કરનારા આત તા ીઓ.
*
ત્યાં સરોવર જેવા જળાશયોનો પાર ન હતો.
*
પૂ. મુનિરાજશ્રી હિતવર્ધન વિજયજી મ.
ત્યાં બબ્બે જીભ ધરનારા દ્વિજિહ્વો (સર્પો)નો ઉપદ્રવ
ન હતો.
#
ત્યાં હિંસાત્મક વૃત્તિ – પ્રવૃત્તિને કોઈ પ્રવેશ ન હતો મળતો.
સર્વત્ર એખલાસ... સર્વત્ર સૌજન્ય...
રાજગૃહીના પાસે વિશાળ હસ્તી સેના હતી. વિરાટ્ અશ્વસેના હતી. રાજગૃહીના નર-નારીઓ પણ હાથીની અંબાડી પર આ બનીને નગરીમાં વિહરણ કરતાં. શ્રેષ્ઠીઓ બે - ચાર કે સાત અશ્વો દ્વારા સંવહન પામતા રથો પર આરૂઢ બની ગમનાગમન કરતા. સુંદર કલાત્મક અને આકર્ષક ૨થો તેમજ હસ્તી સવા૨ે અને ઘોડેસવારોના સતત ગમનાગમનથી રાજગૃહીના વિશાળ રાજમાર્ગો પણ સંકીર્ણ બની જતા.
રાજગૃહી નગરી...
ત્યાં જળાશયોમાં આસપાસના સેંકડો ફૂટનો સુરભિત બનાવી દે, તેવા સુંગધિ કમળો હંમેશા વકસિત રહેતા.
ત્યાંના હાથીઓના કુંભસ્થળમાંથી હંમેશા મદજળ પ્રસવતું રહેતું.
– ત્યાંની વાવડીઓનું જળ પણ સ્વચ્છ અને સુપ્ત હતું. ત્યાંના નિવાસગૃહો અને હવેલીઓ પણ શૅલ્પની આકારણીઓથી સમેત હતા.
૪૫
ત્યાંના દરિદ્રો પણ મનભાવન - મિષ્ટ પદાર્થોનું ભોજન લેતા.