Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text ________________
આણંદથી સેગિરી મહાતીર્થ યાત્રા સંઘ
*
છેલ્લે મુક મે પ્રભાત મસાલામાં આવ્યો ત્યારે પદયાત્રાના હસતાં રમતાં વિતેલા દિવસોનો હર્ષ અને દાદાની જાત્રાને મનભરીને માણવાનો ઉત્સાહ સૌના ચહેરા ઉપર છવાઈ ગયો. પ્રવચનમાં થયેલી ફકત બે મિનિટની પ્રેરણાને ઝીલીને ૫ યાત્રિકો ચોવિહાર છઠ્ઠ સાથે સાત જાત્રા કરવા સાં ́ વિહાર કરી ગયા. તે સૌને શુભેચ્છાભર્યા હૈયે વાજતે ગ જતે વળાવીને સૌ યાત્રિકો ખૂલ્લા આસમાને નીચે તીર્ધાધિરાજ સન્મુખ સ્થાપિત કરાયેલા રથમાં બિરાજમાન પ્રભુ સમક્ષ સંધ્યાભકિત કરવા બેસી ગયા. હૃદયને ભકિતસભર, ચિત્તને પ્રસન્નતાસભર, નયનોને અશ્રુસભર અને આત્માને ભાવસભર બનાવતી એ દિવ્યતાસભર પળોમાં સ્તવનો અને સ્તુતિઓના માધ્યમે એક આનં સભર અનુભૂતિ લઈને સૌ ધન્ય બન્યા... દાદાને ભેટવાનો ઉમંગ આંખોમાં આંજીને પ્રભાત મતાલાથી પ્રયાણ આદર્યુ દિગંબર ધર્મશાળાથી આરંભાયેલી યાત્રામાં ધીરે ધીરે મેદની ઉમટવા માંડી. નદી દરીય. બની ગઈ, આણંદથી આવેલી ૨૨ બસોનું સાજન માકન ઉમેરાતું ગયું ગિરિવરને ભેટવા થનગનતા જુવાનિયારોના પગ થરકવા લાગ્યા. નાનામોટા સૌ આ નૃત્ય ભકિતમાં જોડાતા ગયા. અને સૌધર્મનિવાસ પાસે ઉલ્લાસ ચઃ મસીમાએ પહોંચી ગયો ! ઈન્કારને ગણકાર્યા વગર નિશ્ચાદાતા મુનિવારોને જુવાનિયાઓએ ઊંચકી લીધા ! સંપસાગરમાં હર્ષલહરીઓ ફરી વળી. હૈયે નહી. સમાતા હઃ ખને નાચગાન દ્વારા વ્યકત કરતા કરતા સૌ જયતળેટી પહોંચ્યા, પૂ. આ. ભ. શ્રી રવિપ્રભ સૂ. મ. સા., પૂ. મા. ભ. શ્રી મલ્લિષેણ સુ. મ. સા., પૂ. આ. ભ. શ્રી અ જતસેન સૂ. મ. સા. પૂ. પં. શ્રી વ્રજસેન વિ. મ. સા આ દે મહાત્માઓએ આ સામૈયામાં સામેલ થઈને આશિષ વરસાવી. જયતળેટીએ અપાર્થિવ વાતાવરણમાં હર્ષભર્યા હૈયે સૌએ સાથે મળીને ગિરીરાજનાં ગુણગાન ગાયા. ગિરિદર્શન અને સ્પર્શનથી આત્માને પાવન બનાવ્યો.
*
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૭ અંક ૪૨-૪૩ ૭ તા. ૧૯-૬-૨૦૦૧ અત્યાર સુધીના જીવનમાં દિવસમાં દસવાર ચા પીનારા, વીસ ગુટખા ખાનારા, વીસ સીગારેટ પીનારા, કેટલાક યાત્રિકોએ વીસ દિવસ અખંડ એકાસણા કરીને તપધર્મનો સ્વાદ મેળવ્યો, આત્મવિશ્વાસ કેળવ્યો અને વ્યસન ત્યાગનો સંકલ્પ કર્યો.
દરબારે દિવ્ય માળારોપણ વિધિ થઈ.
નાળની ઉછામણી સમયાનુસાર થઈ દાદાના ભવ્ય પાવન શાન્ત વાતાવરણમાં
*
યાત્રાસંઘમાં ૪૫ ગામના મળીને ૪૨૫ યાત્રિકો
હતા. જેમ ૧૮૦ જેટલા પુરૂષો હતા યુવાનવયના યાત્રિકો મોટી સંખ્યામાં હતા.
ધાર્મિક ક્ષેત્રે તદ્ન ફ્રેશ કહેવાય એવો ખૂબ મોટા આ યાત્રા સંઘમાં જોડાયો હતો જીવનને નવી ઊજળી દિશા ભણી લઈ જવાનો મજબુત મનો૨ આ લોકોએ કર્યો.
*
૫૫
પૂ. સ્વાધીજી શ્રી સૂર્યમાલાશ્રીજીના શિષ્યા પૂ. સા. શ્રી સ્મિતપ્રજ્ઞાશ્રીજીના શિષ્યા પૂ. સા શ્રી નિર્મલદર્શનાશ્રીજી આદિએ બહેનોને આરાધનામાં સારી રીતે ઝીલાવ્યા.
જીવનમાં કદી એકસણા બેસણા નહી કરનારાએ અહીં છઠ્ઠ કરીને સાત જાત્રા કરી. કુલ ૩૪ જણાએ આ અપૂર્વ આરાધના કરી
સાંકળી આંબિલ સાંકળી અઠ્ઠમ ચાલુ હતા. ચૌદસે ૧૦૦ જેટલા આંબીલ થયાં બે યાત્રિકોએ ચૌવિહાર અઠ્ઠમ કર્યા.
*
૯૨ વર્ષના સંઘપતિ માજી ચાલી શકતા નહોતા એમણે નિયમિત એકાસણા કરીને લાભ લીધો.
*
એક યુવાને ચાલુ અઠ્ઠમમાં જાણ્યું કે છઠ્ઠ કરીને સાત જાત્રા કરવાનો લાભ મોટો છે તો એણે અઠ્ઠમ ઉપર સીધો છઠ ઝૂકાવી દીધો. એને પાંચ ઉપવાસ થઈ ગયા. છેલ્લા બે ઉપવાસે સાત જાત્રા કરી. તીર્થાધિરાજની રમ્ય પ્રતિકૃતિ, ૧૫ ગ્રામનો ચાંદીનો સિક્કો આટલી પ્રભાવના સંઘપતિઓ તરફથી થઈ યાત્રા દરમિયાન કુલ ૧૫૦ જેટલા સંઘપૂજનો થયાં. સંઘપતિઓએ કાર્યકર્તાઓ વગેરેનું પણ સન્માન કર્યુ.
હીરાબેન ચન્દ્રકાન્ત ચીમનલાલ ઝવેરી પરિવાર તરફથી આકર્ષક થેલાની પ્રભાવના થઈ.
*
*
*
યાત્રિકોએ સંઘપતિઓ અને કાર્યકતાઓ વગેરેનું આકર્ષક આઈટમોથી સુંદર બહુમાન કર્યુ.
ઘણા ઘણાના સાથ સહકારથી આવા અનુષ્ઠાન સફળ થતાં હોય છે. આ યાત્રા સંઘમાં ઉડીને આંખે વળગે એવી મહેનત – સેવા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મનુભાઈ વાડીલાલ શાહ અને શ્રી કીકાભાઈ ખંભાતવાળાની હતી.
*
Loading... Page Navigation 1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354