Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આત્મપરિણ તે આદરો, પરપરિણતિ ટાળો માન-પાન-સન્માન-,સુખ-સાહ્યબી માટે ધર્મ કરવો તે પ્રમાદની પુષ્ટિ જ હેવાય ને ?
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આપણને બધાને અનાદિ કાળથી આપણી જાતનો બચાવ અન બીજાના માથે દોષનો ટોપલો ચઢાવવાનો, પોતાની ભૂલે બીજને દંડવાનો બહુ મોટો શોખ છે. જેથી આપણે સર્વથા નિર્દોષ અને બીજા બધા જ દોષિત-તેનો છૂપો આનંદ માનીએ છીએ. જેમ નાનું બાળક ચાલતા ચાલતા, ઘૂંટણિયા ભરતા કે રમતા રમતાં પડી જાય અને રડવા માંડે તો માતા તેને કહે - દીકરા ! રડ નહિ. ઉભો થા. ‘આ જમીને તને પાડી નાંખ્યો હું તેને લઢી - સજા કરીશ' એટલે બાળક પડવાનું બધું દુ:ખ ભૂલી પાછો ચાલવા-રમવા લાગે છે. આવી જ હાલત પ્રમાદના કારણે આપણી છે.
પ્રમાદ એવા ભિન્ન ભિન્ન રૂપોએ આપણને ઘેરી વળ્યો છે જેનું - ર્ણન ન થાય. તેના પંજામાંથી છટકવું ઘણું જ મુશ્કેલ છે. પણ અશકય કે અસંભવ નથી. આપણને આપણી જાતનું સાચું ભાત થાય, આપણી જાતને સુધારનાર અને બગાડનાર સાચા મિત્ર અને શત્રુવર્ગની સાચી ઓળખ થાય તો આપણામાં એવું અપૂર્વ સત્ત્વ ખીલી ઉઠે કે આત્માને હાનિ કરનાર, અહિત કરનાર, બગાડનાર એક એક શત્રુને વીણી વીણીને સાફ કર્યા વિના રહીએ નહિ. દુનિયા ઉપર તો ઠીક પણ અનંતજ્ઞાની - સ્વરૂપી એવા આત્મા ઉપર પ્રમાદે જે કાળો કેર વર્તાવ્યો છે તે જો બરાબર સમજાઇ જાય તો પ્રમાદથી બચવું સહજ છે . ભલે પ્રમાદને સેવવો પડે પણ પ્રમાદને સારો તો નથી જ માનવો - આ ભાવના પેદા થાય તો પ્રમાદને ભાગ્યા વિના છૂટકો જ નથી. પ્રમાદથી બચવા પ્રયત્ન કરવો જરૂરી છે. (૩૨) ‘મસ્તિ પંચતું હોઠે ? સમાસ્નાત મનો વ્રુધૈ: !'
‘લોકમાં ચંચલ શું છે ? પંડિતો કહે છે કે - મન'. અસ્થિર વસ્તુ કે વ્યક્તિને સામાન્યત: ચંચલ કહેવાય છે કે આ બડુ ચંચલ છે. સીધી રીતના શાંતિથી બેઠી શકતો નથી. દુનિયામાં વાનરની ચંચલતા પ્રસિદ્ધ છે. વાયુ પણ ચંચલ કહેવાય છે. પણ અનંતજ્ઞાનિઓ તો આપણા માટે નવી જ વાત કરે છે કે- આ દુનિયામાં ચંચલ હોય તો આપણું પોતાનું મન જ છે. ચોકવાની વાત નથી પણ સ્વાનુભવજન્ય આ વાત છે ચપલતા એ સ્થિરતામાંથી પેદા થાય છે. માટે ચપલતાન ગુણ કહેવાય છે. જયારે ચંચલતા એ અસ્થિરતામાંથી પેદા થા છે માટે ચંચલતા તે દોષ છે. જ્યાં ગતિ હોય ત્યાં ચલન હોય અને ચલનની તીવ્રતા-લાલસા ચંચલતાને પેદા કરે
1
વર્ષ ૧૩ * અંક૩૮/૩૯
છે. સમુદ્રના મોજા ગમે તેવી ગતિ કરતાં હોય પા આવી શાંત થાય છે.
soc
તા.૧૨-૫૧૦૧
જયારે આપણું મન ? મનને માટે કાંઇ.
કાંઇ જ ગમ્યાગમ્ય નથી. બધું છતાં કશું જ નથી. નન બેઠું હોય મંદિરમાં પણ ભટકતું હોય ઘર-શેરી-બજારમાં. ગમે તેટલું સ્થિર કરવા પ્રયત્ન કરો ૫. ॥ જમ કર્યાનું કાં કૂદાકૂદ કરી આવે, તોડફોડ કરી આવે આપણને ખબર પણ ન પડે. માટે જ પૂ. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજે મૌન એકાદશી’ની સજ્ઝાયમાં પણ કહ્યું કે- ‘“કર પર તો માલા ફિરતી, જીવ ફિરે વનમાંહી, ચિત્તડું ચિંહુ દિશિએ ડોલે ” શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાન્ત પણ સુપ્રસિદ્ધ છે કે- મુદ્રા આતાપનાના ધ્યાનની અને મનથી યુધ્ધભૂમિમાં.
પંડા નામ સદ્ગુદ્ધિ જેને હૈયે વસેલી-પચેલી હોય તેનું નામ પંડિત કહેવાય. આપણું મન કયાંય નથી ભટકતું કયારે નથી ભટકતું તે સવાલ. માટે જ મહા અવધૂત યોગી શ્રી આનંદધનજી મહારાજે પણ શ્રીકુન્થુનાથ સ્વામિ ભગવાન આગળ પોકાર કર્યો કે,
‘‘મનડું કિમ હિ ન બાઝે, હો કુંથુજિન ! મનડું કિમ હિ ન બાગે.
""
‘“મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે બીજી વાતે સમરથ છેં નાર, એહને કોઇ ન ઝેલે હો ? ૭’’ વ્યાકરણ પ્રમાણે ‘મન’ શબ્દ નપુંસકલિંગમાં જણાવ્યો છે. તેથી હું માનતો કે પુરૂષાતનહીન મનમાં શો માલ હશે ? પણ તે તો મોટા મોટા મરદોને પણ ધક્કે-ઠેબે ચઢાવે છે. બીજી વાતોમાં કદાચ મનુષ્ય સમર્થ હશે પણ તે મનને જીતવા નાચાર બને છે.’’
મન જીતવું અશકય કે અસંભવ નથી પણ ઘણી મહેનતે જીતી શકાય છે. મન સમજી જાય અને મનને કારણે સર્જેલા સંસારનું પૂરૂં ભાન થાય પણ હવે સંસારનો ‘ભય’ પેદા થાય તો મન જીતવું સુકર છે. માટે જ કહ્યું કે
‘‘મનડું દુરારાધ્ય તેં વશ આણ્યું, તે આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ ! માહ્રું આણો, તો સાચું કરી જાણું. ૯૦૯' દુરારાધ્ય એવા મનને આપે વશ આણ્યું તે અગમથી શ્રદ્ધા કરી મારી મતિમાં ઉતારું છું. પણ મારા મનને કાબૂમાં રાખવા આપ સહાયક બનો તો આપની વાત સાચી પ્રત્યક્ષ પણે માની શકું’'.