Book Title: Jain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રવચન – અડ ાલીશમું
પ્રવયન
-
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૩ ૦ અંક ૩૮/૩૯ ૦ તા.૨૨-૫-૨૦૦
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩ ભાદરવા વિદ -૧, સોમવાર, તા. ૮-૯-૧૯૮૭ ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦૬.
અડતાલીશમું
પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથી ચાલુ
તમને બધાને પંચાંગ પ્રણિપાત કરતાં આવડે છે ? આજે મોટા ાગને પંચાંગ પ્રણિપાત કરતાં પણ આવડતું નથી અને જેને આવડે છે તે લગભગ કરતા નથી. કારણ કે, ધર્મ કરતી વખતે જરાય તકલીફ પડવી જોઈએ નહિ
|
આવી દશાવાળા તે બધા અજ્ઞાન કોટિના જીવો કહેવાય કેમ કે તે ધર્મ કરીને પણ ઘણીવાર પાપ બાંધે છે. વિધિ કરતાં અવિધિ થઈ હોય તેની માફી માગવાની છે, પણ જે વિધિપૂર્વક કરે નહિ, વિધિ સમજાવવા છતાં ય વિધિનો આદર કરે નહિ અને અવિધિ ચાલુને ચાલુ રાખે તેને પુણ્ય બંધાય કે ૫૫ બંધાય ? જેને વિધિનો પ્રેમ નહિ અને અવિધિનો ૨ નહિ તેનામાં ધર્મ આવે જ નહિ, તેવા જીવો તો ધર્મ પામવા પણ લાયક નથી.
ધર્મ મોક્ષ માટે જ કરવાનો છે. પણ જે જીવો સુખ પણ જળવાઈ રહે અને ધર્મ પણ થાય તેમ માને તે કદી મોક્ષના પ્રેમી બને નહિ. ધર્મ કરવા - પામવા મોક્ષની તીવ્ર ઈચ્છા જોઈએ. તેવી ઈચ્છા ન જન્મે ત્યાં સુધી તેવા જીવો ધર્મ ।।મવા પણ લાયક નથી. અચરમાવર્ત્ત કાળમાં અભવ્ય અા દુર્ભવ્ય જીવો તથા ભારે કર્મી એવા ભવ્ય જીવો કેટલી ાર ચારિત્ર લે છે ? નિરતિચાર રીતે પાળે છે છતાં ય ધર્મ પામી શકતા નથી. તો પછી તે બધા જીવો ધર્મ શા માટ કરે છે ? દુનિયાની સુખ-સાહ્યબી મેળવવા માટે. તેમને જેવી શ્રદ્ધા છે તેવી આજના ધર્મીને હશે કે કેમ તે શંક છે ! તેમને ખબર છે કે ભગવાનનો ધર્મ ભગવાનના કહ્યા મુજબ કરીએ તો જ નવમા ત્રૈવેયક સુધીનું સુખ મળે. આજે પણ દેવ – દેવીને માનનારા દોઢ દોઢ પગે દઢ કલાક ઊભા રહે છે ને ? તે બધા ભગવાન પાસે કેવી ીતે ઉભી ૨હે છે ? સંસારના સુખાદિ માટે પણ મંત્રસાધકો જે ક્રિયાઓ કરે છે તે કહ્યા મુજબ બરાબર કરે તો તેમને મંત્રાદિ સિધ્ધ થાય છે. તેમાં જો ભૂલ થાય તો મંત્રાદિ સિધ્ધ તો ન થાય પણ ઉપરથી અનર્થને પણ કરે, વખતે પ્રા પણ લે. તે લોકો શિયાળાની કડકડતી ઠંડીમાં સરોવરમાં ગળાબૂડ પાણીમાં ઊભા રહીને જાપ કરે છે ત્યારે મંત્રા દે સિધ્ધ થાય છે.
|
આજે ઘણા જીવો ધર્મક્રિયા કેવી રીતે કરે છે ? સામાયિક કરો તો કટાસણું ન જોઈએ તો ચાલે તે વાત માનો ? ચરવળો ન હોય તો ન જ ચાલે તે વાત માનો ? આજે સામાયિક કરનારો મોટોભાગ કટાસણાવાળો તો હોય પણ ચરવળાવાળો ન હોય. આજે વિધિ
બહુમાનપૂર્વક ધર્મક્રિયા કરનારા શોધવા પડે તેમ છે. તે બધાનું મૂળ કારણ એક જ છે કે આપણને બધાને મોક્ષના સુખની જોઈએ તેવી ઈચ્છા જ થઈ નથી અને સંસારના સુખની ઈચ્છા જીવતીને જાગતી બેઠી છે ! અને સંસારના સુખ માટે જે કષ્ટો આવે તે ભોગવવાં છે પણ ધર્મ માટે જરા ય તકલીફ વેઠવી નથી તેવી મનોવૃત્તિ છે. અભવ્યાદિ જીવોને સંસારના સુખનો ઉત્કૃષ્ટ રાગ હોય છે માટે તેઓ ધર્મ સારી રીતે કરે છે. તેમ મોક્ષે જવા માટે જેનામાં ઊંચો વિરાગ હોય તે જીવ ધર્મ સારો કરે. અને સારો કરવા માટે જેટલાં કષ્ટો સહન કરવાં પડે તેટલાં કરે. આજે ઐહિક કામનાથી દેવ-દેવીઓની જેવી ભકિત થાય છે તેવી શ્રી વીતરાગદેવના ભકતી પણ શ્રી વીતરાગદેવની ભકિત નહિ કરતા હોય !
પ્ર.- સંસારનો રાગ મોક્ષના રાગ કરતાં ચઢી જાય ? ઉ.- હા.
આજના ઘણા બધાની શી હાલત છે ? આપણને મોક્ષ યારે યાદ આવે છે ? નવકારવાળી ગણતાં ગણતાં નવકારવાળી પડી જાય તેમ બને ને ? આવું કેમ બને ? મોક્ષનો રાગ ત્યારે જ જાગે જ્યારે સંસારના સુખનો યાગ ભૂંડો લાગે. સંસારના સુખનો રાગ ભૂંડો લગાડવા રોજ આત્માને પૂછવું પડે કે - આ સંસારનું જે સુખ છે ખાવા – પીવા, પહેરવા, ઓઢવાનું તે કેવું છે ? આત્માનું નિકંદન કાઢી નાખનારું છે તેમ લાગે છે ? સંસારના સુખના પ્રેમી જીવો જેટલાં પાપ કરે છે તેટલાં પાપ બીજા નથી કરતા ! મારે તમને આ સંસારનું સુખ ભૂંડામાં ભૂંડું સમજાવવું છે. જ્યાં સુધી આ સુખ ભૂંડું લાગે નહિ તો વિરાગ આવે શી રીતે ? વિરાગ હોય નહિ તો ધર્મ આવે નહિ અને આવેલો ધર્મ ટકે પણ નહિ. ધર્મમાં વૈરાગ્ય પહેલો જોઈએ.
૫૮૩