SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦૦ નં રાષ્ટ્રીય ઉજવણી એટલે જૈન સિદ્ધાંત ઉપર વજ્રપાત શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૩ * અંક ૩૪/૩૫ * તા. ૧૬૪-૨૦૦૧ આપશો તો કાલે એ રેલો ક્યાં જઇ પહોચશે, એ કલ્પી નથી શકાતું. કદાચ આવતીકાલે સિનેમા થિયેટર પર પણ ‘ભગવાન મહાવીર સિનેમા ગૃહ'' ના પાટીયા વાંચવાની નોબત વાગી ઉઠશે ? ૧૫-- શું પાઠ્યપુસ્તકોમાં ભગવાન્ મહાવીર વિષયકંસાચા પાઠો દાખલ થઇશક્શેખરા? ૧. ચિંતાની ખાણમાં ગબડાવી દે, એવો આ પ્રશ્ન છે. આજના પાઠ્યપુસ્તકોમાં ભગવાન્ મહાવીરદેવના જીવનનો પરિચય દા ખલ કરાવવો તો કઠીન નથી. અલબત્ત ! એ પાઠો જૈન ઇતિહાસને પૂર્ણત: વફાદાર બનીને જ પ્રકાશિત થાય એ સાથે જ કઠીન છે. ૨. જૈનશાસનના અધિકૃત ગીતાર્થો પાસે તે પાઠોનું પરિમાર્જન કર વાશે ખરૂ ? ૩.જૈન ધાર્મિક પાઠોની પસંદગી પણ સરકારનું શિક્ષણ બોર્ડ કર ? શું સરકારી શિક્ષણબોર્ડે પરમાત્માના જીવનને ન્યાય આપે તેવા જ પાઠોને ચૂંટશે ? કે પછી પરમાત્માના જીવનની વા તવિકતા સાથે સમાધાન કરનારા લેખકોના લેખો પણ સ્વ કારી લેશે ? ૪. પા યપુસ્તકો માટે તૈયાર થનારા જૈન ધાર્મિક પાઠોનું સંપાદક કોણ ? નિયામક કોણ ? શું તેની અવાસ્તવિકતા કે અશાસ્ત્રીયતા તરફ ધર્મગુરૂઓ ધ્યાન દોરશે તો તે સ્વીકારવા સરકાર બંધનકર્તા બનશે ખરી ? ૫. પાઠ્યપુસ્તકના બહુ સંખ્યક પાઠોમાં લૌકિક નેતાઓ અને રા નેતાઓના જીવન પણ લખાયા હશે. શું તેમના જેવી જ છાપ પાડે કે તેથી ય ઓછી પ્રતિભા ઉપસાવે, એવા પરમાત્માના ચરિત્રો તો પાઠ્યપુસ્તકોમાં નહિ છપાય ને ? - એક યુનિવર્સિટીને ભગવાન મહાવીરનુંનામ આપી શકાય ખરૂ ? ૧૬ ૧. ના, ન આપી શકાય. જે યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને મિથ્યાજ્ઞાનના જામ પીરસે છે, તે યુનિવર્સિટી સાથે સ જ્ઞાનના મસીહા તીર્થંકરોનું નામ-જોડાણ એક અપવિત્ર ક્રિયા બની જશે. ૨. યાદ રહે, પરમાત્મા મહાવીર દેવે સ્થાપેલો ધર્મ જ એક જંગી યુનિવર્સિટી છે. જે યુનિવર્સિટીમાં ત્રણે કાળનું અને ત્રણે લોકનું તત્ત્વજ્ઞાન સર્વાંગ સુન્દર રીતે રજુ થયું છે. ત્યારે વિશ્વ ની વામણી યુનિવર્સિટી સાથે ભગવાનનું નામ જોડવાનો શો અર્થ ? એક સો ટચના સોના પર પીત્તળનો ઢોળ જરૂરી ખરો ? ૩. આ યુનિવર્સિટી પર ભગવાનના નામકરણની અનુમતિ ૫૩૯ આ દહેશત અસ્થાને નથી... ! સાવધાન... ! તેનો... ! ૪. જે યુનિવર્સિટીના વિદ્યાગુરૂઓને કે વિદ્યાર્થીઓને ભગવાન્ મહાવીર સાથે કોઇ સંબન્ધ નથી, ભગવાન્ માટે બહુમાન નથી, સન્માન નથી. તે યુનિવર્સિટી પર ભગવાનનું નામ મુકાવવું શું શેખચલ્લીની ચેષ્ટા નહિ ગણાય ? ૫. સરકારી અને મિથ્યાજ્ઞાન પીરસનારી યુનિવર્સિટીઓ પર ભગવાન્ મહાવીરનું નામકરણ કરાવવાની સાજિષ વાસ્તવમાં ‘‘વિનય’’ નામના બીજા નંબરના શૅનાચારનું અતિક્રમણ છે. ૧૭– શું કેટલાક તીર્થોને પવિત્ર જાહેર કરવા જરૂરી છે ? ૧. ના, કોઇ જ નહિ. કારણ કે જૈનોના તમામ તીર્થો સરકાર ઘોષિત કરે કે ન કરે, વિશ્વમાં પ્રસિદ્ધિ મળે કે ન મળે, અલબત્ત પવિત જ છે. અત્યંત પવિત્ર છે. અરે જૈનોના પ્રત્યેક ધર્મસ્થળો પવિત્ર છે. ૨. જો તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાં જ હોય તો કેટલાક' ના ભેદ શા માટે ? તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાથી, તીર્થક્ષેત્રોની આમન્યા નહિ જળવાય. જરૂરીયાત તીર્થક્ષેત્રોને પવિત્ર જાહેર કરવાની નથી. જરૂરીયાત તીર્થક્ષેત્રોની આમન્યાઓનું પાલન હસ્તપણે કરાવવાની છે ! ૩. શું તીર્થક્ષેત્રોને માત્ર પવિત્રક્ષેત્ર જાહેર કરાવવાથી ત્યાં માંસાહાર, મદિરા સેવન, વ્યસનો જેવા પાપ પર પાબંધી લાગી જશે ખરી ? અશક્ય છે ! પવિત્રક્ષેત્ર શ્રી શત્રુંજ્ય તેનું જીવંત ઉદાહરણ બનશે. શત્રુંજ્ય આસપાસનો વિસ્તાર ‘પવિત્રક્ષેત્ર’ જાહેર થયો હોવા છતાં ત્યાં ‘જય મેલાટી’ થી ૧૦૦ મીટરના વિસ્તારમાં જ દારૂના અડ્ડાઓ ધમધમે છે. ૪. તીર્થક્ષેત્રોને પવિત્રક્ષેત્ર જાહેર કરવાથી તે એક પર્યટનક્ષેત્ર તરીકે પણ પ્રખ્યાત બનતા જશે. જેનું પરિણામ ખેતરનાક
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy