________________
1
લામાં વાંઝીયાપણાનું દુઃખ યાદ આવ્યાથી, તેણીની આંખે ઝળઝળીયાં ભરાઈ આવ્યાં. તેને રડતી જોઈ ધના શેઠે કહયું “હે સ્ત્રી ! તું શાવાતે કપાત કરે છે, તને કઈ વસ્તુની ન્યુનતા છે. આટલી બધી દોલત અને સુખ ચેન છતાં, આજે તું કેમ રડે છે તેનું મને ખરૂં કારણુ કહે સ્ત્રીએ રડતા સાદે ઉત્તર આ કે “હજી કારણ પૂછે છે? અડધી ઉમર વીતી ગઈ તો પણ તમારી આંખ હજી ઉઘડતી નથી. આ બધું ધન દોલતને શું કરવું છે? એને વાર મેળવનાર અને કહે કે પાછળ કુળનું નામ રાખનાર કોણ છે! અરે! દેવ! હવે મારાથી આ વાંઝીયાપણાનું દુઃખ સહન થતું નથી. કહયું છે કે પુત્રનતિ માટે હે હવામી પુસવના દુનીયામાં જીવતાર ધુળ છે. પુત્રવિનાનું આ સર્વ સમૃદ્ધિથી ભરેલું ધર ઉજડ મશન સરખું છે.
દોહા લાખ દીવા નીત બળે, બાહર રવી ઉગંત; તસ ઘર તહીં અંધારડા, જસ ઘર પુત્ર નત.
મારા ખરા દુઃખનું કારણ એજ છે. તમારૂ પુરૂષનું હયું, તેથી ગમે તેમ થાઓ અને કહે, તે પણ કાંઈ અસર થાય જ નહીં.”