________________
૪૯૦
જૈન કથા સંગ્રહ.
ભાગ પહેલા.
સત્ય ઉપર શ્રી દેવદતની કથા. ---::::
પૂર્વે સાવથી નામે નગરીમાં શુરસેન નામે રાજા રાજ કરતા હતા. તે નગરીમાં ધનાશેઠ નામે એક શાહુકાર રહેતા હતા, જેને સુંદરી નામે રવરૂપ અને ગુણે ભરપુર પતિવ્રતા સ્ત્રી હતી. શેઠ પણ ઘણા યાળુ અને સુશીળ હતા. આ બને શેઠ શેઠાણીને જોકે શ્રી જીન ભગવાનની કૃપાથી, ધન ધાન્યાદિ સર્વે સ’પતિની પ્રાપ્તિ થઇ હતી તાપણ એક વાતે તેનું મન બહુ દુ:ખી રહેતું; અને તે એ કે તેને પેટે કાંઇપણ સંતાન હતું નહીં. હવે એક સમયે ધનેા શેઠ જમવા બેઠા છે ને તેની સ્ત્રી પ્ખા લઇ તેને પવન કરે છે, તેટ