Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
રંગીન વસ્ત્ર-સફેદ વસ્ત્ર આદિ વિષયો પરની ૮૯ ગાથામાં રજૂ થયેલી સંવાદચર્ચા નોંધપાત્ર છે. સમય અનુસાર બાહ્યાચારમાં પરિવર્તન થતું રહેશે પણ
સાધુના મૂળ ગુણો સદા સર્વથા એકસરખા જ હોય છે. ૪૫ આગમમાંથી ત્રેવીશ આગમોમાં દેખાંત કથાઓનો ઉલ્લેખ છે જેમ કે “આચારાંગ સૂત્ર”માં કાચબાના રૂપક દૃષ્ટાંત દ્વારા આત્માનો અનુભવ પ્રયોજ્યો છે. “સૂત્ર કૃતાંગમાં વિવિધ પાત્રોના સંવાદ છે. જેમ કે ગૌતમ સ્વામી અને ઉદકનો. આ ગ્રંથ ઐતિહાસિક તેમજ દાર્શનિક દૃષ્ટિએ મહત્ત્વનો છે. “સ્થાનાંગ સૂત્ર'ની ઉપમાઓ અને પ્રતીકો પરથી આમાં આવેલ કથાબીજ મળે છે. “સમવાયાંગ સૂત્ર”માં કુલકર, તીર્થકર જેવા ચરિત્ર તત્ત્વનો સમાવેશ થાય છે. “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ'માં મહાવીર સાથે વાર્તાલાપ કરનાર કેટલાક પુરુષો અને સ્ત્રીઓની કથા છે.
જ્ઞાતાધર્મ કથામાં સાડા ત્રણ કરોડ કથાઓ હોવાનો ઉલ્લેખ છે. તેમાંથી અત્યારે રરપ કથાઓ છે. આ ગ્રંથ કથાઓનો પ્રતિનિધિ ગ્રંથ છે. આ ગ્રંથ પશુઓની વાર્તા માટે પણ ઉગમ ગ્રંથ મનાય છે.
ઉપાસકદશા ગ્રંથમાં શ્રાવક ધર્મની વાતો મળે છે. અન્તકુદશામાં સંસારનો અંત કરનાર એવા વ્યકિતઓની કથા છે. જેમ કે ૮ વર્ષના અતિમુકતકુમાર, ૧૬ વર્ષના ગજસુકુમાલ આદિ. અનુતરો પપાતિક દશામાં તપ સાધના દ્વારા દેવલોક પ્રાપ્ત કરનારની કથા મળે છે. શ્રી વિપાકસૂત્રમાં પૂર્વભવની ચર્ચા છે. કથોપકથનની દૃષ્ટિએ આ ગ્રંથ વિશેષ સમૃધ્ધ છે. ઉવવાઇસૂત્રમાં જૈન મુનિઓના ત્યાગમય જીવનનું વર્ણન છે. શ્રી રાયપાસણીય સૂત્રમાં કેશિકુમાર-ગણધરે પ્રદેશી રાજાને જે ઉત્તર આપ્યા તેનું વર્ણન છે. આ ગ્રંથ નવલકથા જેવો છે. શ્રી અંબુદ્વીપ-પ્રજ્ઞપ્તિમાં નાભિકુલકર,
ષભદેવ, ભરત આદિની કથાઓ છે. શ્રી નિરયાવલિકા સૂત્રમાં રાજા શ્રેણિક, ચલ્લણા, કોણિકની કથા વિસ્તાર પૂર્વક છે. શ્રી કષ્યવડિસિયામાં શ્રેણિકરાજાના કાલકુમાર સુકલકુમાર આદિ દસપુત્રોની કથા વર્ણન છે. શ્રી પુષ્ક્રિયા-પુષ્પિક સૂત્રમાં જે દસ જીવો પૂર્વભવમાં પાર્શ્વનાથના શાસનમાં ધર્મ બોધ પામ્યા હતા તેમના વિશે મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે. પુષ્કચૂલિયા સૂત્રમાં પુષ્પચૂલા સાધ્વી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક છે. શ્રી વન્ડિદશા સૂત્ર કથા પ્રધાન છે તેમા ૧ર અધ્યયન છે. સંસ્મારક પ્રકીર્ણમાં સંથારો ધારણ કરનાર મહાપુરુષોના વર્ણન છે. મરણ સમાધિ પ્રકીર્ણમાં મરણને અનેક વિપતિઓ અને પીડા વચ્ચે સિધ્ધ કરનાર મહાપુરુષોના દૃષ્ટાંતો છે. શ્રી નિશિથ સૂત્રમાં કલિકાચાર્યની કથા છે. દશાશ્રુતસ્કંધ ગ્રંથમાં આઠમા પર્યુષણ કલ્પ નામના અધ્યયનમાં પ્રભુ મહાવીરનું જીવન ચરિત્ર છે. શ્રી દશવૈકાલિક સૂત્રની રચના શયંભવ મહારાજે તેમના પુત્ર મનક માટે કરી.
17