________________
છે. માત્ર પિતાનાં જ સુખ કે દુઃખની ચિન્તા કરવાને ટેવા યેલો અને તેના પરિણામે તીવ્ર સંકલેશને અનુભવ જીવ જ્યારે બીજાની હિતચિંતાપ મિથ્યાદિ વિચારણાઓથી વાસિત થાય છે, ત્યારે તે અત્યંત શીતલતા અને શાન્તતાને ચિત્તમાં સાક્ષાત અનુભવ કરે છે. એવું સુખ તેને ભવચક્રમાં જાણે પહેલી જ વાર મળતું હોય તે તેને અનુભવ થાય છે. ચિત્તની શાન્તિ કે સુખને જ નહિ પણ પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાને આધાર, પણ શાસ્ત્રકારોએ મૈત્યાદિ પ્રશસ્ત ભાવનાઓની દઢતા પર જ અવલબેલો કહ્યો છે; તે કારણે પ્રત્યેક ધર્માનુષ્ઠાનની પાછળ આ ભાવનાઓનું બળ હેવું જોઈએ અને તે હોય ત્યારે જ તે તે ધર્માનુષ્ઠાન સફળ થાય, એમ ફરમાવ્યું છે. આ ઉદેશને સામે રાખીને જતાં મિથ્યાદિ ભાવનાવિષયક આ ગ્રંથનું “ધર્મબીજ” એવું નામ ઉચિત (સાર્થક) લાગે છે.
જીવ જ્યારે મિત્રી ભાવમાં નિપુણ બને છે, ત્યારે તેની સાથે સંબંધવાળા પ્રદ, કારૂણ્ય અને માધ્યચ્ચ ભાવ આપોઆપ પ્રગટે છે, અને એ ભાવ સહિત ધર્માનુષ્ઠાને અપ્રશસ્ત ઈચ્છાઓને ટાળી પ્રશસ્ત ઈચ્છાઓને પેદા કરે છે. દુઃખના મૂળમાં રહેલી અશુભ ઈચ્છાઓને આ રીતે મિથ્યાદિ ભાવનાઓના બળથી બાળીને જીવ ધર્મમય બની શકે છે.
[ ઉપાદ્દઘાત સમાસ ]