________________
(મોક્ષ) બંને સમાન લાગે છે. અહીં આત્મા સહજાનંદરૂપ અમૃતના મહાસાગરમાં મગ્ન બને છે.
(૯) સર્વવિષયક માધ્યશ્ચ નિશ્ચયનયના મતે શુભ કે અશુભરૂપે પરિણમેલા સર્વ જીવો અને સર્વ પુદ્ગલમાં રાગ દ્વેષરહિત પરિણતિ તે સર્વવિષયક માધ્યચ્ય ભાવના છે. આ જ ભાવમાધ્ય છે. આ શ્રેષ્ઠ માધ્ય
શ્ય શ્રી કેવલિભગવતેને હોય છે. શ્રી કેવલિભગવતેએ બતાવેલા તનું અનેકાંત દષ્ટિએ ચિંતન કરનાર મહાત્માઓને પણ આ માધ્યચ્ચ સ્વયમેવ વરે છે. આ માથ
નાં ભાજન તેઓ જ બની શકે છે કે જેઓ સ્વ અને પર આગમન પારને પામેલા છે અને જેમની બુદ્ધિ નાના રહસ્ય જ્ઞાનથી સૂક્ષમાતિસૂક્ષમ બની ગઈ છે. આ માથ્યને ધારણ કરનારા મહામુનિઓ સર્વ વિચારે અને સર્વ વચને પ્રત્યે મધ્યસ્થ હોય છે. આ માધ્યથ્યને અર્થ સર્વનયાવગાહિ (સર્વનયસાપેક્ષ) આત્મપરિણામ (આત્મ-અધ્યવસાય) એમ કરી શકાય. પ્રત્યેક વિચાર એ એક નય (વસ્તુને જાણવાનું સાધન) છે. વિચારે અનંતાનંત છે, માટે ન પણ અનંતાનંત છે. બાળ જીવન ઉપકારમાટે બુદ્ધિનિધાન શ્રી ગણધરભગવતેએ તે નાની સાત સ્થૂલ વિભાગમાં વહેંચણી કરી છે. પૂર્વે આ નયજ્ઞાનને વિસ્તાર ખૂબ જ મોટો હતો; તેને ધારણ કરનારા
*કેવલી=સર્વજ્ઞ. ગણધર ભગવંત =જિનવાણીને સૂત્રિત કરે છે.
SC