Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 134
________________ મૈગ્યાદિ ભાવનાનું રહસ્ય. સંસારવતી સર્વ જીવા સ્વરૂપે અભિન્ન છતાં અનાદિકાલીન કર્માંસ ંચાગને ચેાગે ભિન્નદશાનેા અનુભવ કરે છે. આ ભિન્નતાના અનુભવ એ જ તેનું દુઃખ છે, તેને ટાળવા માટે જેમાં એવા ભેદના અનુભવ નથી તે મેાક્ષ ઉપાદેય છે. અનાદિ નિગેાદમાં (અવ્યવહાર રાશીમાં) જીવ બીજા અનંતા (સિદ્ધોથી પણ અનંત ગુણા) જીવાની સાથે એક શરીરમાં આહાર, નિહાર અને શ્વાસેાચ્છવાસ વિગેરે ક્રિયાને પણ સાથે કરતા અનતા કાળ રહ્યો, પણ ત્યાં મૈત્રીભાવ કે જે અભેદભાવને સાધક છે તેના અભાવે દુઃખના જ અનુભવ થયા, ક્ષણમાત્ર પણ સુખના અનુભવ ન કરી શકયા. કાલાન્તરે સામગ્રીના ચાગ મળતાં વ્યવહાર રાશીમાં આવ્યા, અનતાની સાથે રહેવાથી ત્રાસી ગએલા તેને પ્રત્યેક ભવમાં શરીરાદ્ધિ સામગ્રી ભિન્ન મળી, છતાં ત્યાં પણ સુખનેા અનુભવ ન કરી શકયેા, કારણ કે તેને ભેદભાવ અખ’ડ હતા, નિગેાઇ અવસ્થાથી પણ ઘણા વધી ગયા હતા. પરિણામ એ આવ્યું કે સ્નેહરાગ, કામરાગ, દૃષ્ટિરાગ જેવા દુષ્ટ સ’અન્ધાથી તેણે અન્ય જીવાની સાથે અભેદ સાધવા વિવિધ પ્રયત્ના કર્યો પણ તે રાગજન્ય દ્રોહી સંબન્ધાથી તે સત્ર ગાતા જ રહ્યો, અભેદભાવને બદલે ભેદભાવ દૃઢ થયા અને સુખને બદલે દુઃખની વૃદ્ધિ થતી ગઈ. એમ ચારે ગતિમાં સવ ચેાનિએમાં અનંતશઃ ભમવા છતાં તેને કયાંય સાચા સુખની પ્રાપ્તિ ન થઈ. ૧૦૯

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138