________________
૭. નિદ્રા લેવા પૂર્વે, નવકારનું સ્મરણ કરવું, તે વખતે
ભાવનામય પરમેષ્ઠિઓનું ચિંતન કરવું. “સવારમાં ઉઠતાની સાથે જ મને ભાવનાઓનું સ્મરણ થાઓ એવી આંતરીક ઈચ્છા રાખવી. “ધર્મબીજ' અથવા મિથ્યાદિ ભાવના વિષયક આ ગ્રંથમાંની જે પંક્તિઓ તમને મહત્ત્વની લાગે, તે પંક્તિઓને “લાલ” કરે અથવા તેની નેંધ કરે, રોજ ઓછામાં ઓછું એક વખત તે પંક્તિઓ ઉપર નજર ફેરવી જાઓ. સતત ચિંતન વિના ભાવનાઓમાં સિદ્ધિ મળતી નથી, એ કદી પણ ન ભૂલવું જોઈએ.
- ૯. એક વર્ષ સુધી હું “ધર્મબીજ' (ભાવનાઓ)ના ચિંતન
તથા અમલરૂપ જલ વડે સિંચન અને અભંગ (અખલન)ના સંકલ્વરૂપ વાડ વડે સંરક્ષણ અવશ્ય
કરીશ,’ એમ રોજ રાજ દઢ સંકલપ કરે. ૧૦. એક વર્ષ પછીના ભાવનામય જીવનનું સુંદર દૃશ્ય
રેજ આંખ સામે લાવીને હર્ષ પામે. જીવનને પવિત્ર, આનંદમય અને નિર્ભય બનાવવાને આ અમેઘ ઉપાય છે.