Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 135
________________ એ રીતે ભમતે જીવ ભવિતવ્યતાદિ કારણસામગ્રીને પામીને વર્તમાનમાં માનભવને પામે છે, આ માનવભાવ એ કારણે શ્રેષ્ઠ છે કે તેને પામીને જીવ અનાદિ ભેદભાવને ટાળી શકે છે. તેને ટાળવાના મૌલિક ઉપાય તરીકે તત્વજ્ઞોએ મૈત્રી આદિ ચાર ભાવે નિર્દેશ્યા છે. તેમાં ૧–મત્રીભાવ સૌથી પ્રથમ એ કારણે જરૂરી છે કે તેના વિના અનાદિ ભેદ ટાળવાની ભૂમિકા જ પ્રાપ્ત થતી નથી. “સર્વ જી સમાન છે, મારી જેમ સર્વને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે, કર્મથી વિવશ તે સર્વ ભિન્ન છતાં સ્વરૂપસત્તાએ મારી તુલ્ય છે, કોઈની ઉપર દ્વેષ-વૈર વિગેરે કરવું તે મારી જાત ઉપર જ વર–વિરોધ કરવા તુલ્ય છે, કેઈના પણ અહિતમાં મારું અહિત છે અને હિતમાં મારું જ હિત છે.” ઈત્યાદિ ભાવનાથી પિતે અન્ય જીવથી નજીક આવતું જાય છે, અભેદના આનંદને અનુભવ કરવા માંડે છે અને પરિણામે આત્મામાં સવનાં દુઓને નાશ કરવાની તત્પરતા વધે છે. ૨-સુદિતાભાવ-મૈત્રીભાવના ફળ સ્વરૂપે મુદિતાભાવ પ્રગટે છે. અન્ય જીને પિતાના મિત્રો માનવાથી તેઓની ધન, દોલત, આરોગ્ય યશ-કીર્તિ, કે ક્ષમાદિ ગુણો વિગેરે બાહ્ય-અભ્યન્તર સર્વ સમ્પતિ પારકી નહિ, પિતાની સમજતે થાય છે અને તે જેમ જેમ એવું સમજે છે તેમ તેમ તેને વિશેષ આનંદ અનુભવે છે. એમ મુદિતાભાવથી અભેદને આંશિક આનંદ અહીં જ અનુભવવા માંડે છે અને એથી અભેદભાવ પણ દઢ થતું જાય છે. એમ મૈત્રીમાંથી મુદિતા પ્રગટે છે, પછી અને સહકારી બની વધતાં જાય છે. આ મુદિતા–પ્રમાદથી બીજાને લાભ ન થાય તે પણ પિતાના ગુણે અવશ્ય પ્રગટે છે. ૧૧૦

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138