________________
૩-કરૂણાભાવ પણ મૈત્રીભાવ વિના પ્રગટતા નથી, જ્યાં સુધી અન્ય જીવા પ્રત્યે ભેદ બુદ્ધિ હાય ત્યાં સુધી તેના દુઃખમાં દુઃખ કે તે ટાળવાની બુદ્ધિ પ્રગટે જ કાના આધારે ? મૈત્રી ભાવથી સંબન્ધ થતાં જેમ તે બીજાનાં સુખાના આનંદ અનુભવે છે તેમ તેનાં દુઃખાનું દુઃખ પણ અનુભવે છે. એથી બાહ્ય-અભ્યન્તર ઉભય પ્રકારનાં દુઃખાને ટાળવાની વૃત્તિરૂપ કરૂણા પ્રગટે છે. આ કરૂણાભાવથી શકય પ્રયત્ન પણ કરવા માંડે છે અને એ પ્રયત્ના ખીજાને કદાચ લાભ ન કરે તે પણ તેને પેાતાને તે લાભ કરે જ છે.
૪–ઉપેક્ષાભાવ–સર્વ જીવા સાથે અભેદ્દબુદ્ધિ પ્રગટ થવાથી જેમ બીજાની સમ્પત્તિ-વિપત્તિ પેાતાનાં અની જાય છે તેમ બીજાને કર્મબન્ધન થાય તે પણ અસહ્ય અને છે. એ કારણે વૈદ્યની જેમ જ્યાં સુધી સામાને લાભ થાય ત્યાં સુધી તેને સુધારવાના (સુખી કરવાના) પ્રયત્ના કરે છે અને લાભને બદલે હાનિ થતી દેખે તા તેમાંથી બચાવવા માટે
તુ પ્રયત્ના છેાડીને ઉપેક્ષા કરવા માંડે છે. મૈત્રીભાવ વિના જેમ મુદિતા કે કરૂણા પ્રગટ થતાં નથી તેમ ઉપેક્ષાભાવ પણ પ્રગટતા નથી જ. ઉપેક્ષા પણ લંધન જેવું અનુપમ ઔષધ છે, તેનાથી થાય તેા લાભ થાય, હાનિ ન થાય. હા, ઉપેક્ષા–અનુપેક્ષાના પાત્રની સાચી એળખ કરવી જોઇએ.
એમ ચાર ભાવનાઓના મળે સર્વ જીવાની સાથે ધર્મરાગથી અભેદ્ય સાધતા જીવ આખરે ભેદના કારણભૂત સવ કર્મોના નાશ કરીને મેાક્ષમાં સર્વ કાળ માટે અભિન્ન અની જાય છે, ભેદબુદ્ધિથી થતા દુઃખને મૂળમાંથી દૂર કરીને અભેદભાવને અખંડ, અનુપમ, આત્યંતિક આનંદ અનુભવતા મુક્તજીવાની સાથે એકમેક મની જાય છે.
૧૧૧