________________
તે સુમેરૂપર્વતને શી રીતે ઓળંગી શકશે ? મૃત્ર્યાદિભાવનાએ ધર્મરૂપ મહાસાગરની તુલનામાં નાના સરાવર જેવી છે; જેનામાં સાવરને તરવાની શક્તિ નથી તે મહાસાગરને કેમ તરી શકશે ?
મત્ર્યાદિભાવનાએ એ જ પરમ અધ્યાત્મ છે, પરમ ચાગ છે અને પરમ અમૃત છે. સઘળાય શ્રી જિનપ્રવચનનું રહસ્ય પણ આ ચાર ભાવનાઓ છે.
આ ચાર ભાવનાએ જેના મનમાં સતત રમે છે, તે પાતે પવિત્ર છે અને સમગ્ર વિશ્વ તેનાથી પવિત્ર બને છે. આ ચાર ભાવનાઓનું મહત્વ જે જે રીતે મનમાં વધે તે તે રીત ઉપાદેય છે, આ ચાર ભાવનાએ પરમ મંગલ છે, તે પરમ મોંગલને સાધકે સદૈવ ચિત્તમાં સ્થાપન કરવું જોઇએ અને પેાતાના જીવનને મંગલમય બનાવવું જોઇએ.
*આ ચાર ભાવનાએ મુનિજનને આનંદ આપવા માટે અમૃતને ઝરતી અલૌકિક ચંદ્ર ચૈાત્સના છે, * જ્ઞાનાવ, ૨૭ મું પ્રકરણ શ્લોક ૧૫. ૧૬. ૧૭. एता मुनिजनानंदसुधास्यन्दैकचन्द्रिकाः । ध्वस्त रागाद्युरुक्लेशा, लोकाग्रपथदीपिकाः ॥१५॥ एताभिरनिशं योगी, क्रीडन् अत्यंतनिर्भरम् । सुखमात्मोत्थमत्यक्ष मिहैवारकन्दति ध्रुवम् ॥ १६॥ भावनास्वासु संलीनः, करोत्यध्यात्मनिश्चयम् । अवगम्य जगद्वृत्तं विषयेषु न मुह्यति ॥ १७॥
૧૦૩