________________
છે,” વગેરે નિશ્ચયનયાભિપ્રેત ભાવનાથી તે મહામધ્યસ્થ સર્વદા સમ રહે છે. આવું સમત્વ જ જ્ઞાનગ છે.
તે મહામધ્યસ્થને પિતાનાં સર્વ કાર્યોની સિદ્ધિ કે અસિદ્ધિ પિતાના આત્મામાં જ દેખાય છે. “મારી સિદ્ધિને હેતુ મારા આત્મામાં રહેલી શુદ્ધિ છે અને અસિદ્ધિને હેતુ મારા આત્મામાં રહેલી અશુદ્ધિ છે. મારે આત્મા જ મારા ઈષ્ટ કે અનિષ્ટને હેતુ છે. આપત્તિમાં મારે મારી આત્મશુદ્ધિ સાધના દ્વારા વધારવી જોઈએ, એ શુદ્ધિજ મારી આપત્તિ નિવારી શકે તેમ છે.” વગેરે નૈશ્ચિયિક ભાવનાઓ તેના ચિત્તમાં અતિ દઢ થયેલી હોય છે, બાહ્ય વસ્તુઓ તરફ લઈ જનારા વિકલ્પને તેના મનમાં સ્થાન જ હતું નથી.લોકેથી મળતાં નમન, વંદન, સ્તુતિ, પ્રશંસા, નિંદા, વગેરે રૂ૫ તીવ્ર બાણે માધ્યચ્યભાવનારૂપ મહાકવચને ધારણ કરનાર તે મહામધ્યસ્થ મુનિના મર્મને વીંધી શકતા નથી. જેના હૃદયમાં માધ્યચ્ય નથી તેવા મુનિના ચારિત્રદેહને આ બાણે છિન્નભિન્ન કરી નાખે છે.
મધ્ય એટલે આત્મા. જેમ વર્તુળને મધ્યબિંદુ હેય *वंदिज्जमाणा न समुक्कसंति, हेलिज्जमाणा न समुज्जलंति । दंतेण चित्तेण चरंति धीरा, भुणी समुग्धाइयरागदोसा ।।
[આવશ્યક નિર્યુક્તિ] કઈ વંદન કરે તો તે મહામુનિએ પિતાને ઉત્કર્ષ માનતા નથી અને કેઈ નિન્દા કરે છે તેઓ ગુસ્સે થતા નથી, પરંતુ વશ કરેલા મનવડે રાગદ્વેષને નાશ કરનારા ધીર મુનિએ સદા સંયમમાં રમે છે.
M