________________
પવિત્રતા, આનંદ અને પૂજ્યતાનાં સાધને
मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने ।
कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥ १ ॥ [મંત્રીના પવિત્ર ભાજન, મુદિતાથી પ્રાપ્ત થયેલ સદાનન્દવડે શોભતા, કરુણા અને માધ્યચ્ચ વડે જગપૂજ્ય બનેલા, યોગસ્વરૂપ એવા (હેવીતરાગ !) તને નમસ્કાર
હો !] .
કલિકાલસર્વજ્ઞ ગાઘનેક શાસ્ત્રપારંગમી પરમપૂજ્ય શ્રીમાન હેમચંદ્રાચાર્ય વિરચિત “શ્રી વીતરાગ સ્તોત્ર એ એક અતિગંભીર ગ્રંથ છે, શ્રી વીતરાગ ભગવંતની એમાં સર્વશ્રેષ્ઠ સ્તુતિ છે, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વગેરેની દષ્ટિએ તેનું સ્થાન મહત્વનું છે. શ્રીસ્તુતિકારભગવંતે જૈનશાસનનાં અનેક રહસ્યને એ સ્તુતિમાં ગુપ્ત રીતે એકત્રિત કર્યા છે. સાધક આત્મા જ્યારે આ સ્તોત્રના ચિંતનમાં એકાગ્ર બને છે ત્યારે તે રહસ્ય તેના માટે ખુલ્લાં થાય છે, આ રહસ્યનું જ્ઞાન થતાં જ તેને આત્મા આનંદથી નાચી ઊઠે છે, જેમ જેમ આ સ્તુતિસમુદ્રના ઉંડાણમાં ઉતરે છે, તેમ તેમ તેને નવાં અદભૂત રહસ્ય રત્નની પ્રાપ્તિ થાય છે અને શ્રીસ્તુતિકારભગવંતની સર્વશાસ્ત્રવિષયક પરિપૂર્ણતા પર તે સાધક મુગ્ધ બને છે.
૯૮