________________
રાખે છે. રાગ અને દ્વેષ મધ્યસ્થથી ડરે છે. સુખ, દુઃખ, વગેરે મધ્યસ્થને હેરાન કરી શકતા નથી. માધ્યચ્ય ભાવનાથી પાપનો ક્ષય થાય છે અને સત્વ, શીલ તથા પ્રજ્ઞામાં વૃદ્ધિ થાય છે. મધ્યસ્થ સર્વને પ્રિય અને પૂજ્ય બને છે. માધ્ય ભાવના એ કર્મનિર્જર માટેનું અમોઘ શસ્ત્ર છે. જિનપ્રવચન માગ્યુચ્યમય (અનેકાંતમય) હોવાથી, જેમ જેમ આપણે માધ્યચ્યભાવનામાં આગળ વધીએ છીએ, તેમ તેમ તે પ્રવચનનાં રહસ્ય આપણા માટે ખુલ્લાં થાય જાય છે. મ ને વિષયજય, સમ્યક્ત્વ, ક્ષાંતિ, માદવ, આર્જવ, સતિષ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મલબેધ, જનપ્રિયત્વ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિય, મિત્રી, પ્રમેહ, કરુણા, વગેરે સર્વ ગુણે સ્વયમેવ વરે છે.
જિનપૂજા વગેરે દ્રવ્યસ્તવમાં થતી હિંસાને પણ અપેક્ષાએ અહિંસા કહેનાર અને મહાનિર્ટુનની અહિં. સાને પણ અપેક્ષાએ હિંસા તરીકે ઓળખાવનાર મહામધ્યસ્થ એવું જિનપ્રવચન અતિ ગંભીર છે. અતિગહન એવા જિનપ્રવચનમાં પણ માયથ્યને (અનેકાંતવાદ વગેરેન) વિષય અતિ ગૂઢ છે. સર્વભવ્ય જીવ જિનવચમાં રહેલા ગૂઢતમ માથથ્યને પામીને પરમમધ્યસ્થ (અરિ. હંત, સિદ્ધ, વગેરે) બને, એ જ શુભેચ્છા.
* જિનેકત તને અપલાપ કરનાર.