________________
“કમ ખાવ, ગમ ખાવ, વગેરે શબ્દપ્રયોગો વ્યવહારમાં ઘણી વાર જોવામાં આવે છે. “કમ ખાવ” એ આહારવિષયક માધ્ય છે. અહીં ઉપલક્ષણથી સર્વ વિષયોના ઉપગમાં માધ્ય લઈ શકાય. “ગમ ખાવ” એ કષાયવિષયક માધ્યને સૂચવે છે.
- જ્યાં જ્યાં માયને ભંગ થાય છે, ત્યાં ત્યાં રોગ, શેક, કલેશ, ભય, વગેરે અનેક અનિષ્ટો આવીને ઊભાં રહે છે. જે આહારમાં મધ્યસ્થ નથી, અર્થાત જરૂરીઆત કરતાં અધિક અને ગૃદ્ધિપૂર્વક આહાર લે છે, તે અનેક રોગોને શિકાર બને છે. જ્યારે શક્તિ કરતાં અધિક બેલાય છે, ત્યારે કંઠ વગેરેના રોગ થાય છે. આ જગતમાં જે કાંઈ દુખે છે તે બધાં માધ્યચ્ચને ન જાળવવાથી ઉત્પન્ન થાય છે, વગેરે વિચારીને વિવેકી પુરુષે સદા મધ્યસ્થ બને છે.
મધ્ય ભાવનાથી આપણું અને આપણા સંસ– ર્ગમાં આવનારા છાના શારીરિક, વાચિક અને માનસિક કલેશે નાશ પામે છે. આર્ત અને રૌદ્ર સ્થાનથી બચવા માટે માધ્યચ્યભાવના એ પ્રબળ સાધન છે. તે આપણને ધર્મધ્યાનમાં આગળ વધારે છે. માધ્યભાવનાના અભ્યાસથી આપણું વિચારો, વચન અને કાયિક પ્રવૃત્તિઓ ન્યાયમાગને ઉચિત બને છે. કોઈ પણ પ્રસંગને ઉચિત ન્યાય આપવા માટે આપણે સમર્થ બનીએ છીએ. અહંત્વ, મમત્વ, વગેરે સર્વ દુષ્ટભાવને માધ્યચ્ય આપણાથી દૂર