________________
તેના રાગ-દ્વેષ આગળી જાય છે. પુણ્ય અને પાપની મહાલીલાને અતાવતા આ વિશ્વરૂપ મહાનાટકના તે મહાપ્રેક્ષક બને છે. (અહિં સર્વ વિષયક માધ્યસ્થ્યનું વર્ણન પૂરુ થાય છે.)
અનિત્યત્વાદિ ખાર ભાવનાઓ, જીવાટ્ઠિ નવ તત્ત્વા, સર્વ યમે, સર્વ નિયમા, સર્વ ક્રિયાઓ, સર્વ આગમા વગેરેનું લક્ષ્ય જીવને મધ્યસ્થ અનાવવાનું છે.
શ્રી વીતરાગ ભગવંતની મૂર્તિ પણ માધ્યસ્થ્યની દ્યોતક છે. મૂર્તિની ચક્ષુના મધ્યમાં રહેલી સ્થિર કીકી શું મધ્યસ્થ નથી ? પદ્માસન કે કાર્યાત્સગ મુદ્રા પણ માધ્યસ્થ્યની જ સૂચક છે. ઉત્સંગમાં રામા નથી અર્થાત્ હૃદયમાં રાગ નથી, અને હાથમાં શસ્ર નથી અર્થાત હૃદયમાં દ્વેષ નથી. રાગ અને દ્વેષના અભાવ એ જ માધ્યસ્થ્ય,
ચતુર્થાંશ પૂર્વના સાર શ્રી નવકાર મંત્ર પણ માધ્યસ્થ્યમય છે, કારણ કે તેમાં પરમમધ્યસ્થ એવા પરમેષ્ઠિને નમસ્કાર છે. આપણે પરમેષ્ઠિએનું સ્મરણ વગેરે કરીએ છીએ કારણ કે તેઓ પૂજ્ય છે. પૂજ્યતા માધ્યસ્થ્યવિના આવતી નથી. તાત્પર્ય એ છે કે પરમેષ્ઠિઓને પૂજ્યપદે સ્થાપન કરનારી માધ્યસ્થ્યભાવના છે. આ રીતે માધ્યસ્થ્યભાવના શ્રી નવકારના સાર મને છે, અને પરંપરાએ ચતુર્દશ પૂને પણ સાર અને છે.
*અનિત્યત્વ, અશરણત્વ, વગેરે ભાવનાએાનું ‘શાંત સુધારસ’ નામક કાવ્યમાં સુંદર વર્ણન છે.
૮૯
।