________________
અણુઓ છે. રૂપ જોતાંજ વિચારવું જોઈએ કે, “અહો અતિસૂક્ષ્મ એવા કર્મના અણુઓએ કેવું વિચિત્ર ઔદારિક રૂપ નિર્માણ કર્યું છે. જ્યાં રૂપાતીત એ જીવ અને ક્યાં આ સામે દેખાય છે તે વિચિત્ર પ્રકારની આંખે, નાક, દાઢી, મૂછ, હાથ, પગ, વગેરે અનેક ચિત્રવિચિત્ર અવયવોથી યુક્ત આ “માણસ” વગેરે નામથી ઓળખાતી આકૃતિ ! કમેં એને કેવી વિચિત્ર ચાલ આપી છે! કેવી કેવી વિચિત્ર પ્રવૃત્તિઓ તે આદરી રહ્યો છે! કઈ પિતાનું મોટું અરીસામાં જોઈ જોઈને રાજી થાય છે, તે કઈ પિતાનું કુરૂપ મુખ લોકેથી છુપાવે છે! કેઈને દેહ પર સારાં સારાં આભૂષણે અને વસ્ત્ર છે, તે કેઈના દેહ પર અતિ જીર્ણ અને મલિન એવું એકાદ વસ્ત્ર પણ પૂરું નથી !”
‘સર્વત્ર વિચિત્ર્યને જોતા તે મહામધ્યસ્થના અંતરમાં એક અદ્દભુત અલૌકિક એવા હાસ્ય રસને અનુભવ થાય છે. અનંત દર્શન, અનંત જ્ઞાન અને અનંત ચારિત્રના મહાસ્વામિને કયારેક રાસભાના રૂપમાં, તે કયારેક ઊંટના રૂપમાં, કયારેક કીડીના રૂપમાં તો કયારેક હાથીના રૂપમાં, અને કયારેક ચાંડાલના રૂપમાં, તે કયારેક બ્રાહ્મણના રૂપમાં જઈને તેને આધ્યાત્મિક વિસ્મય થાય છે. આ બધા ચિત્રમાં તે મહામધ્યસ્થને પાછું સામ્ય પણ દેખાય છે. સર્વ ચિત્રવિચિત્ર આકૃતિઓમાં જીવસ્વરૂપને નિહાળી નિહાળીને તે અપૂર્વ એવા આનંદને અનુભવે છે. સર્વ પગલિક આકૃતિઓમાં પરમાણુjજરૂપ સામ્યને જેનાર