________________
રહેલું હોય છે. આ મહામધ્યસ્થની પાસે જતાંજ ચિત્તની સર્વ અશાંતિ શમી જાય છે, મન એક અવર્ણનીય તેષને અનુભવે છે અને સર્વ આંતરિક પ્રશ્નોનું તરત નિરાકરણ થઈ જાય છે.
વસ્તુઓમાં પ્રિયત્ન અને અપ્રિયત્વની વ્યાવહારિક કલ્પનાને તે મહામધ્યસ્થ દેશવટો આપે છે. “મનોજ્ઞ કે અમનેશ જીવાજીવાદિ વસ્તુઓ પરમાર્થથી રાગ કે દ્વેષની ઉત્પાદક નથી, કિન્તુ મેહનીય કર્મને ઉદય જ તેને ઉત્પાદક છે. અપરાધ વસ્તુઓને નથી કિન્તુ મોહનીય કર્મને છે, કારણકે વસ્તુઓ તો પોતપોતાના સ્વભાવમાં વ્યવસ્થિત છે. એક જ વસ્તુ તરફ આત્માને એક વખત રાગ થાય છે, જ્યારે બીજી વખત તે જ વસ્તુ પ્રત્યે દ્વેષ થાય છે. એક વ્યક્તિને અમુક વસ્તુ અમુક અપેક્ષાએ રાગનું કારણ થાય છે, જ્યારે બીજી વ્યક્તિને તેજ વસ્તુ અન્ય અપેક્ષાએ શ્રેષનું નિમિત્ત બને છે. આવી રીતે પ્રિયત્વ કે અપ્રિયત્વ અપારમાર્થિક
* “પોડશક ૧૩, ભા. ૧૦ ની ટીકામાં “ત્તરવહાર કક્ષાનું વર્ણન કરતાં આચાર્યશ્રી યશોભદ્રસૂરિ મહારાજ લખે છે કે – __तत्त्वं परमार्थः, तद्भावः, तत्त्वमिति वस्तुस्वभावो वा, तत्सारा। मनोज्ञाऽमनोज्ञानां वस्तूनां जीवाजीवात्मकानां परमार्थतो रागद्वेखानुत्पादकत्वेन स्वापराधमेव मोहादिकर्मविकारसमुत्थं भावयतः तेषां स्वरूपवृत्तिव्यवस्थितानां अपराधमपश्यतः सुखदुःखादिहेतुत्वानाश्रयणान् माध्यस्थ्यमवलंबमानस्य तत्त्वसारोपेक्षा निर्वेदाभावेऽपि भवतीति ।