________________
બૌદ્ધદર્શનેક્ત સર્વ પદાર્થોને ન્યાય આપવા માટે શ્રી જિનાગમને એકલે ઋજુસૂત્રનય બસ છે; સંગ્રહનયરૂપ મહાનદીમાં વેદાંતમત અને સાંખ્યમતરૂપ નાની નદીઓ સમાઈ જાય છે, ન્યાયદર્શન અને વૈશેષિકદર્શનને નિગમ નય સંગ્રહી લે છે અને શબ્દબ્રહ્મને માનનારી વૈયાકરણ દષ્ટિ શબ્દનયનું જ એક અંગ છે.
આ મહામાધ્યચ્ચને ધારણ કરનારા મહામુનિને મહાન્યાયાધીશ કે મહાપિતાની ઉપમા આપી શકાય. જેમ ન્યાયાધીશ કેઈને પણ પક્ષપાત કર્યા વિના ન્યાયપૂર્વક વર્તે છે, તેમ આ મહાન્યાયાધીશ ભિન્ન ભિન્ન નયરૂપ વાદી પ્રતિવાદીઓ તરફ પક્ષપાતરહિત, સર્વને હિતકર અને સ્યાદવાદરૂપ અમૃતથી આદ્ર એવી ન્યાયદષ્ટિને ધારણ કરે છે. જેમ પિતા પિતાના સર્વ પુત્રોને પ્રેમદષ્ટિથી નિહાળે છે, તેમ જ આ મહાપિતા સર્વ ને પ્રત્યે વાત્સલ્યને ધારણ કરે છે. તે પિતાના નયપુત્રોને કહે છે, “તમે બધા પિતપોતાના અર્થમાં સત્ય છે, “હું જ સાચે, તમે બધા ખોટા”, એમ તમે તમારા બીજા ભાઈઓને ન
*नयेषु स्वार्थसत्येषु मोघेषु परचालने । समशीलं मनो यस्य स मध्यस्थो महामुनिः ॥
[જ્ઞાનસાર અષ્ટક, ૧૬. ૩.] પિતાના અભિપ્રાયે સાચા અને બીજા નયની યુક્તિની અપેક્ષાએ નિષ્ફળ એવા નયોમાં જેનું મન સમભાવને ધારણ કરે છે, તે મહામુનિ મધ્યસ્થ છે. [૮રમાં પાના પર જુઓ.