________________
તેનું મુખ એ પુષ્કરાવી મેઘ રૂપ છે. તે મેઘમાંથી હિતેપદેશરૂપ જલની પ્રચંડ વર્ષા થાય છે. આ જ વર્ષો વડે ભવ્ય જીને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે.
જે લાનની ઉપેક્ષા કરે છે, તે મારી ઉપેક્ષા કરે છે એવું શ્રી જિન વચન છે. આ વચન એ બતાવે છે કે કરુણું ભાવનાના પાત્ર તરફ કરુણાને પ્રયોગ ન કરવામાં આવે તે તેમાં શ્રી તીર્થકર ભગવંતની જ ઉપેક્ષા થાય છે. ઉપરના વાક્ય પરથી એ પણ ફલિત થાય છે કે ગ્લાનની સેવા એ તીર્થકરની જ સેવા છે, અર્થાત્ કરુણામાં તીર્થકરની સેવા જેટલું પુણ્ય રહેલું છે.
દાન, શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મમાં દાન એ સ્વાત્મવિષયક અને પરાત્મવિષયક બંને પ્રકારની કરુણામાં લઈ શકાય. અન્નદાન, જ્ઞાનદાન, અભયદાન વગેરેમાં પરની કરુણા સ્પષ્ટ જ છે. એ દાનવડે જે પુણ્ય વગેરેનું ઉપાર્જન થાય છે, તેના વડે પિતાના આત્મા પર પણ અનુગ્રહ થતો હોવાથી દાનને સ્વાત્મવિષયક કરુણા પણ કહી શકાય. શીલાદિ ધર્મો અધસ્તન ભૂમિકાવતી પિતાના આત્માને ઉપરિતન સ્થાન તરફ લઈ જનારા હોવાથી તેઓ સ્વાત્મવિષયક કરુણ રૂપ છે. શીલ અને તપના કારણે આરંભ, સમારંભ, વગેરેમાંથી બચી જવાય છે, તેથી એકેન્દ્રિયાદિ અનેક જીને અભયદાન મળે છે, માટે તે
* શ્રેષ્ઠ પ્રકારને મેઘ.