________________
એને પરાત્મવિષયક કરુણામાં પણ લઈ શકાય. આવી જ રીતે યુગનાં યમાદિ આઠ અંગોમાં સર્વત્ર કરુણ રહેલી છે. શ્રાવક ધર્મ અને યતિધર્મ બંનેમાં અહિંસાનું એટલે કે કરુણા ભાવનાનું પ્રાધાન્ય છે. ઉપરની વિચારણા પરથી એ નિષ્કર્ષ પર આવી શકાય કે કરુણા ભાવના એ સમગ્ર જિનવચનને સાર છે.
કરુણા ભાવનાના નિરંતર અભ્યાસથી પોતાના સંકલેશ દૂર થાય છે, બીજાઓનાં દુઃખનું નિવારણ કરવા માટેનું અપૂર્વ બળ પ્રાપ્ત થાય છે અને પરોપકાર માટેનું સહજ સત્ત્વ પ્રકૃષ્ટ બને છે. કરુણા ભાવનાથી સ્વાર્થ વૃત્તિ, પોતાનાં જ દુઃખની ચિંતા રૂપ મેહ, સંકુચિતતા, તિરસ્કાર, અહંકાર, પરદુઃખની ઉપેક્ષા, વગેરે ચિત્તનાં મળે નાશ પામે છે. નિર્મલ બનેલું તે ચિત્ત સધનું ભાજન બને છે. આ ભાવનાથી પાપને ક્ષય થાય છે અને પુણ્યનું ઉપાર્જન થાય છે.
પૂર્વે આપણે જોયું કે જિનપ્રવચન એ કરુણામય છે. કરુણામય એવા આ પ્રવચનનાં રહસ્ય સમજવાં હોય તે હૃદયમાં કરૂણા ભાવના નિરંતર રમવી જ જોઈએ. કરુણા ભાવનાથી રહિત એવું હદય પરમ કાણિક એવા શ્રી જિનેશ્વર ભગવંતને અને તેમના પ્રવચનને શી રીતે સમજી શકશે ?
જે હનગુણ આત્માઓ પ્રત્યે કરુણાને ધારણ કરે છે, તેના પર અધિકગુણ આત્માઓની કરુણ કુદરતી