________________
આવી ચિત્તવૃત્તિઓની જાળમાં ફસાઈ ગયેલા જીવે વિચારવું જોઈએ કે, “શું મારી આ શેખચલ્લી જેવી વિચારણાઓથી જગત પાપથી પાછું ફરવાનું છે ? અનંતબક્ષી શ્રી તીર્થકર ભગવંતે પણ જગને પાપથી સર્વથા મુક્ત કરી શક્યા નથી તે તેમની તુલનામાં મારું શું ગજું છે ?” શ્રી જિનેશ્વર દે પણ બળાત્કારથી ધર્મ પ્રવર્તાવતા નથી, તો શું મારા જેવાએ ધર્મમાં તેમ કરવું શ્રેયસ્કર છે ?” આવી જાતની માધ્યચ્યાનુકૂલ વિચારણાથી ક્રોધાગ્નિ શમી જાય છે અને આત્માને પ્રશમની શીતલતા પ્રાપ્ત થાય છે.
ઘણું ઉપદેશ પછી પણ કેઈ પાપથી ન અટકે તે આપણે આપણા ચિત્તરત્નને કલુષિત ન કરવું જોઈએ. કર્મવિપાક વગેરેનું ચિંતન (જેનું સામાન્ય સ્વરૂપ આગળ બતાવવામાં આવ્યું છે) કરીને આત્માને મધ્યસ્થ બનાવ જોઈએ. “કર્મ જ્યારે વિવર આપશે, ત્યારે તે આત્મા પોતાની મેળે જ હિતનું સમાચરણ કરશે, વગેરે વિચારીને મૌન ધારણ કરવું જોઈએ.
જે વ્યક્તિ પ્રત્યે માધ્યચ્યભાવના ધારણ કરવામાં આવે છે, તે વ્યક્તિ પાપમાં વધારે આગ્રહી બનતી નથી.
જૈન શાસ્ત્રો મુજબ કર્મ સત્ છે, સૂક્ષ્મ છે અને મૂર્ત છે. તે જીવ સ્વરૂપને (જ્ઞાનાદિ ગુણોને) આવરે છે. કર્મનાં આવરણો ગાઢ હોય ત્યારે અહિતમાં પ્રવૃત્તિ થાય છે. એ આવરણે જ્યારે શિથિલ બને છે જ્યારે લઘુકમિતા આવે છે, ત્યારે આત્મા હિતમાં પ્રવર્તે છે.