________________
. (૪) અપમાનવિષયક માધ્યચ્ચ –ઘણા જીવોને પિતાનું અપમાન સહન થતું નથી. અપમાન કરનાર પ્રત્યે તેમનું મન કુદ્ધ બને છે અને વૈર વાળવાની ઈચ્છા પ્રબળ બને છે. અપમાનની સામે આપણે આપણા ચિત્તમાં ક્રોધરૂપ અગ્નિને શા માટે સળગવવું જોઈએ ? પ્રસ્તુતમાં તે પિતાના કર્મનું ફળ ભેગવશે, વગેરે વિચારી મધ્યસ્થ રહેવું જોઈએ. આવું માગ્યુ તે અપમાન વિષયક માથથ્ય છે. તેનાથી અમર્ષ વૈરની ઈચ્છા) રૂપ ચિત્તમલ નાશ પામે છે.
(૫) સાંસારિક સુખવિષયક માધ્યચ્ય–ભવ સ્વરૂપના વિજ્ઞાનથી અને “સંસાર નિર્ગુણ છે એવા નિવેદજનક જ્ઞાનથી સાંસારિક સુખેની ઈચ્છાને વિચ્છેદ કરનારૂં એવું સાંસારિક સુખ વિષયક માધ્યચ્ચ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરુષ માટે પ્રત્યેક સાંસારિક વસ્તુ દુઃખરૂપ છે, કારણ કે ચારે ગતિમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં દુઃખ ન હોય. સાંસારિક સુખ એ તત્ત્વતઃ સુખ નથી, કિન્તુ સુખાભાસ છે, અર્થાત્ દુઃખ છે, કારણ કે તે મધુલિત ખગ્નધારાને ચાટવા જેવું દુઃખાનુષંગી છે. બહુતર દુઃખથી અનુવિદ્ધ એવું તે સુખ એ દુઃખ જ છે. દેવલોકાદિમાં મળતું સુખ એ દુઃખને પ્રતીકાર માત્ર છે. જીવને આ સંસારમાં જે કઈ સુખ લાગે છે તે કેવળ ભવ ઉપરના અયોગ્ય બહુમાન [ભવાભિનંદિતા] ને લઈને જ છે. પરમાર્થથી તે સુખ જ નથી, કારણ કે તે કર્મજન્ય છે અને કર્મ એ દુઃખને જ હેતુ છે.
03