________________
વંતેના જીવનમાં પરાકાષ્ઠાને પામેલું દેખાય છે. શ્રી શાંતિનાથ ભગવાનના જીવનમાં જે ચક્રવર્તિપણાને ભેગ દેખાય છે (અર્થાત કે જેને રતિ કહે છે) તે તત્ત્વતઃ વૈરાગ્ય જ છે. એ વિરાગ્ય એ સામાન્ય કોટિનું નથી પણ સુખવિષયક પરમ માધ્ય છે. આ જાતિના માધ્યચ્યમાં સર્વ સાંસારિક ઈચ્છાઓને વિચછેદ થઈ ગયેલ હોય છે, અને પ્રવૃત્તિ કેવળ કર્મના ઉદયના કારણે જ હોય છે. આ સ્થિતિને પામેલા મધ્યસ્થ મહાત્માઓની રતિ કેવળ
શુભવેદનીય કર્મના ઉદયથી જ હોય છે. આ માધ્યને સમાવેશ “યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રન્થમાં “કાન્તા' નામની દૃષ્ટિમાં કરવામાં આવ્યું છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે અહિં ભેગને ભેગવતી વખતે પણ આત્મશુદ્ધિને પ્રક્ષય (કર્મબંધ) થતો નથી, ઉપરાંત શુદ્ધિની વૃદ્ધિ (કર્મનિરા) થાય છે. જેમ મૃગજળને મૃગજળ તરીકે જાણનાર, કેઈ પણ આપત્તિ કે ઉદ્વેગ વિના, તેમાંથી પસાર થઈ જાય છે,
જૈન દર્શન ૨૪ તીર્થકરે માને છે, તેમાંનાં ૧૬મા તીર્થંકર. + આ પ્રવૃત્તિને અન્ય દર્શનકારે “ગમાયા' કહે છે. - ઉદય=પૂર્વે ઉપાર્જન કરેલા કર્મના ફળને અનુભવ(વિપાક)
* સુખ કે દુઃખને અનુભવ કરાવનાર કર્મને જૈન શાસ્ત્ર અનુક્રમે શુભ (શાતા) વેદનીય કર્મ, અને અશુભ (અશાતા) વેદનીય કર્મ કહે છે.
A કર્મનિર્જરા= આત્મા સાથે સંબદ્ધ થયેલા કર્માણુઓનું આત્માથી પૃથક્ થવું.