________________
તેના તરફ જે તિરસ્કાર વગેરે બતાવવામાં આવે, તે ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણે ખોઈ નાખીએ છીએ. તિરસ્કારાદિથી તે આપણા પ્રત્યે દ્વેષને ધારણ કરે છે. કઈ કઈ પ્રસંગમાં તે આ શ્રેષ અતિ તીવ્ર વૈરમાં પણ પરિણમે છે. માધ્યચ્યથી આપણા પ્રત્યેને તેને પૂજ્યભાવ ટકી રહે છે, અને તે કારણે ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણા હાથમાં રહે છે.
- (૨) અહિતવિષયક માધ્યચ્ય –આ માધ્ય કરુણામાંથી ઉત્પન્ન થાય છે, જેમકે અપચ્યસેવન કરતા રેગીનું અનિવારણ. અહિં માધ્યને વિષય અપગ્યસેવનરૂપ અહિત છે; અપગ્યસેવનથી રોગીનું નિવારણ કરી શકાય તેમ નથી, કારણ કે તે કોઈનું સાંભળવા જ તૈયાર નથી; પ્રસ્તુતમાં મૌનનું સેવન તે માધ્યચ્ય છે.
" (૩) અકાલવિષયક માધ્યચ્ય –આ માધ્યચ્ય ભવિષ્યની વિચારણામાંથી જન્મે છે. વર્તમાનમાં કઈ ખરાબ કામથી નિવૃત્ત ન થતું હોય તે તે કટુ પરિણામ ભેગવ્યા પછી ભવિષ્યમાં તે કામ છોડી દેશે.” વગેરે વિચારી મૌન ધારણ કરવું તે અકાલવિષયક છે. પ્રસ્તુતમાં વર્તન માનકાળ એ તેને સુધારવા માટે અકાળ છે.
ઉપર્યુક્ત ત્રણ પ્રકારનાં માધ્યચ્ચ ક્યારેક પરસ્પર સંકળાયેલાં પણ હોય છે, અર્થાત્ એક પ્રકારમાં બીજા પ્રકારને સમાવેશ થઈ ગયેલ હોય છે.
૭૨