________________
અનુષ્ઠાનનું વાસ્તવિક પ્રણિધાન જાગ્યું નથી તેની દુર્લભતા કે મહત્તા હજી સમજાઈ નથી) અથવા તે અનુષ્ઠાનની પાછળ તે સાધકને શુભાશયને બદલે પાપકર્ષાદિ કઈ દુષ્ટ આશય હવે જોઈએ. કરુણા ભાવનાથી સ્કર્ષ અને પરોપકર્ષની ઈચ્છા રૂપ દુષ્ટ ચિત્તવૃત્તિને લય થાય છે.
કરુણાના વિધી તિરસ્કાર અને ઉપેક્ષા છે. હીનગુણ પ્રત્યે તિરસ્કાર અને દુખીનાં દુઃખ પ્રત્યે ઉપેક્ષા જીવને * અચરમ પુદ્દગલ પરાવર્તોમાં હોય છે. જે બીજાઓને તિરસ્કારે છે, તે પોતેજ તિરસ્કારને પામે છે અને જે દુઃખીઓની ઉપેક્ષા કરે છે, તેને દુખ વખતે બીજાઓની સહાય મળતી નથી. કરુણા ભાવનાના નિરંતર અભ્યાસથી આ તિરસ્કાર અને ઉપેક્ષારૂપ અશુભ ચિત્તવૃત્તિઓને વિલય થાય છે, તેથી કરુણા ભાવનાને કેળવવી, એ પ્રત્યેક સાધકનું પરમ કર્તવ્ય છે.
નહિતેપદેશદાન એ સર્વશ્રેષ્ઠ કહ્યું છે. જિનપ્રવચન હિતેપદેશરૂપ છે અર્થાત્ કરુણામય છે. શ્રી તીર્થંકરભગ
+ ધર્મપ્રાપ્તિ પૂર્વેને અનાદિ કાળ. *नोपकारो जगत्यस्मिस्तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदाद् देहिनां धर्मदेशना ॥
[ધર્મબિંદુ ૨.૮૦] પ્રાણીઓનાં દુઃખને વિચ્છેદ કરવાથી ધર્મદેશના જેવો ઉપકાર કરે છે, તે બીજો ઉપકાર આ જગતમાં નથી.