________________
જેમ આપણને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ જીવને તે અપ્રિય છે. પિતાને જે અપ્રિય છે, તેનું બીજાઓ પ્રત્યે સમાચરણ ન કરવું એ અહિંસા છે અને એ જ પરમ ધર્મ છે. અહિંસા એ કરુણાનું જ ફળ છે. આવી જ રીતે સત્યાદિ વ્રત પણ કરુણા ભાવનામાંથી જન્મ પામે છે. સર્વ સત્ ક્રિયાઓ, સર્વ ધર્મ અનુષ્ઠાને, સર્વ આગમ વાયે, વગેરેની પાછળ સ્વાત્મવિષયક અથવા પરાત્મવિષયક કરુણા રહેલી જ છે. નમસ્કાર મહામંત્રમાં કરુણાના સમુદ્ર એવા પાંચ પરમેષ્ઠિઓનું જ સ્મરણ છે. પ્રતિક્રમણની ક્રિયામાં પાપ કરનાર એવા પિતાના આત્મા પ્રત્યે કરુણ રહેલી છે.
જેમ ગુણાધિક આત્માઓ પ્રમેદ ભાવનાના વિષય છે. તેમ હીન ગુણ આત્માએ કરુણા ભાવનાનો વિષય છે. શિષ્યને ગુરૂ પ્રત્યે પ્રમોદભાવ હોય છે, જ્યારે ગુરૂને શિષ્ય પ્રત્યે કરુણાભાવ હેય છે. કરુણાના કારણે જ ગુરુ શિષ્યને સર્વ ગુણનું ભજન કરવા માટે દિવસ-રાત મથે છે. વાચના, સારણા, વારણા, વગેરેની પાછળ કરુણા ભાવના જ મુખ્ય કામ કરે છે.
પિતે જે અનુષ્ઠાનની સાધના કરે છે, તે અનુષ્ઠાન જેમને પ્રાપ્ત થયું નથી, તેમના પ્રત્યે જે સાધકને કરુણા ભાવના ન હોય તો તે અનુષ્ઠાનમાં તે કદી પણ સિદ્ધિ ન મેળવી શકે. જેમને તે અનુષ્ઠાન પ્રાપ્ત થયું નથી અથત જેઓ પિતા કરતાં નીચલી ભૂમિકા પર છે, તેમના પ્રત્યે જે કરુણ ભાવ ન આવતું હોય તે સમજવું કે તેને પિતાના
•
૫૮