________________
લોકેના ન્યાદિને પ્રતીકાર કરવામાં પરાયણ એવી બુદ્ધિને કારુણ્ય કહ્યું છે.” | દીન એટલે પિતાનાં પાપને પ્રતીકાર કરવામાં અને સમર્થ. “જગતમાં સૌથી મોટું પાપ કુશાસ્ત્રપ્રણયન છે. તે પાપને પ્રતીકાર કરવામાં અસમર્થ એવા કુશાસ્ત્ર પ્રણે તાઓ ખરેખર દીન છે. કુશાસ્ત્ર પ્રણેતા કુમાર્ગ પ્રણયન રૂ૫ પાપથી કયારે મુક્ત થશે? મરીચિના ભવમાં ઉન્માર્ગ દેશના રૂપ પાપ વડે ત્રણ ભુવનના અધિપતિ એવા શ્રી વીરભગવાનને જીવ પણ જે દીર્ઘ કાળ સુધી સંસારચક્રમાં ભ તે બીજાઓની શી ગતિ થશે?,” આવી કરુણ ભાવના ભાવદૈન્યથી યુક્ત એવા કુશાસ્ત્ર પ્રણેતાઓને અનુલક્ષીને કરી શકાય.
વિષયોના સંગથી ઉત્પન્ન થયેલાં દુખે જેઓ ભેગવી રહ્યા છે તેઓ આ પીડિત) છે. “સંસારી જી વિષયને મેળવવામાં અને ભેગવવામાં જ રાચ્ચા માગ્યા રહે છે. આ વિષયને ભેગ પૂર્વના અનંત ભવોમાં અનંતાનંત વખત કર્યો અને તેનાં અનેક કડવાં ફળ ભોગવ્યા છતાં પણ તેઓ કદી પણ તે ભેગોથી નિવૃત્ત બનતા નથી. “પૂર્વે આ વિષયે મને કદી જ મળ્યા નથી, આ *दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतीकारपराबुद्धिः कारुण्यमभिधीयते ।।
(યોગશાસ્ત્ર ૪.૧૨૦.) + વિશેષ માટે જુએ “મહાવીર ચરિયું.
'પ૬