________________
ત્યારે તેમના દુઃખની સીમા જ રહેતી નથી. “અશુચિથી પરિપૂર્ણ એવા માતુગર્ભમાં પ્રવેશ કરે પડશે, ઈત્યાદિ વિચારેથી તેમને શૂળી કરતાં પણ અધિક વેદના થાય છે. દેવતાઓમાં પણ ઈર્ષ્યા, પરસ્પર કલહ, વગેરે ચાલુ જ હાય છે. દેવતાને જે કાંઈ સુખ છે, તે મધુલિત ખડ્ઝધારાને ચાટવા જેવું દુઃખાનુષંગી છે. પગની નસમાં સોજો આવી ગયે હેય ત્યારે કઈ માલીશ કરે તે સુખ લાગે છે. આ સુખ એ તત્ત્વતઃ સુખ નથી, કિન્તુ દુઃખને પ્રતીકાર માત્ર છે. આવું જ સુખ દેવતાઓનું હોય છે. સંસારમાં રહેલાં અનેક દુખોને તે પ્રતીકાર માત્ર છે. -
“જીવને આ સંસારમાં જે કાંઈ સુખ લાગે છે, તે કેવળ ભવ ઉપરના અગ્ય બહુમાનને (ભવાભિનંદિતાને) કારણે છે. તત્ત્વતઃ તે સુખ જ નથી કારણ કે તે કર્મજન્ય છે અને કર્મ એ બંધનરૂપ હેઈ દુઃખનું જ કારણ છે.”
ઉપર્યુક્ત દુઃખોનું અને તે દૂર કરવાનાં સાધનનું યથાર્થ જ્ઞાન સમ્યગદષ્ટિ આત્માને જ હોય છે, તેથી તેની કરુણા એ જ તાવિક કરુણા છે.
દુઃખસ્વરુપ સંસારનું અવલોકન કર્યા પછી સમ્યદૃષ્ટિ જીવ આ પ્રમાણે વિચારે છે –
* “યોગબિંદુમાં કહેલી સમ્યગૃષ્ટિની કરુણા ભાવના – मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सस्यस्मिन् धर्मतेजसि ॥२८५।।
(૫૫ મા પાના પર જુઓ.)