________________
અપૂર્વ ઉત્સાહ તથા બળ આપે છે અને સાધનામાં આવતા ઉપસર્ગો અને પરીષહેને ઉત્સવ રૂપ બનાવે છે. આ જ કરુણ ગ્રંથિભેદનું મુખ્ય સાધન છે. સમ્યગદર્શન પ્રાપ્ત થતાં જ જ્યારે આ કરુણા શમાદિ ગુણોથી યુક્ત બને છે, ત્યારે તે શુભ પરિણામોની (આત્માના શુભ અધ્યવસાયે ની અભિવૃદ્ધિમાં અતિ મહત્વને ભાગ ભજવે છે.
કરુણા ભાવનાને આધાર દુખ છે. કરુણાભાવનાના અભ્યાસીને સંસારમાં રહેલાં દુખેનું જ્ઞાન યથાર્થ હેવું જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મા તે દુઃખનું અવલોકન નીચે. મુજબ કરે છે?
આ સંસાર જન્મ, વ્યાધિ, રેગ, શેક, જરા, મૃત્યુ, વગેરે અનેક દુઃખોથી ભરપૂર છે. ચારે ગતિમાં એવું એક પણ સ્થાન નથી કે જ્યાં એમાંનું કેઈપણ દુઃખ ન હેય
નરકગતિમાં વેદનાને પાર નથી. અહિં કરતાં અનંત ગુણી ઉણતા અને ટાઢ ત્યાં હોય છે. ત્યાંની ટાઢમાંથી ઉપાડીને કેઈ નારકીના જીવને શિયાળામાં હિમાલયના અત્યચ્ચ શિખર પર બરફ વચ્ચે મુકવામાં આવે તે પણ તેને આહ્લાદ થાય. નારકીઓ પરસ્પર સતત લડતાજ હોય છે. એક બીજા પ્રત્યે તેમને સદેવ મત્સર હોય
| * ગ્રંથિ અત્યંત ઘન દુર્બોધ) એવા રાગદ્વેષાદિ વિભાઘન એવા આ વિભાવોને ભેદ્યા પછી (આત્મામાંથી દૂર કર્યા પછી જ) સમ્યગ્દર્શનનામક તત્ત્વ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે.
-
પર