________________
પુણ્યાત્માઓની ઉપર્યુક્ત વૃત્તિ મુક્તિ પૂર્વેના છેલલા ત્રીજા ભવમાં વિશાળતાની પરાકાષ્ઠાએ પહોંચે છે. “સર્વ જીનાં સર્વ દુઃખનું મૂળ કારણ જે કર્મ, તેનાથી સર્વ જીવે મુક્ત થાઓ', એવી વિશાળ કરુણા તેમને તીર્થંકર પદની સમૃદ્ધિઓનું ભાજન બનાવે છે. આ જ સાર્વભૌમ કરુણા તેમનામાં એવી યોગ્યતા પ્રગટાવે છે કે જેથી તેઓ સર્વ જીનાં સર્વ દુઃખાના નાશના અનુપમ ઉપાય બતાવનારું પરમ પવિત્ર તીર્થ પ્રવર્તાવે છે, અને +મહાગપ, મહાનિચમક, મહાસાર્થવાહ, વગેરે શ્રેષ્ઠ ઉપમાઓને પ્રાપ્ત થાય છે.
સ્વાત્મવિષયક કરુણ (જેની વ્યાખ્યા પૂર્વે બતાવવામાં આવી છે) જીવને ધર્મમાર્ગમાં આગળ વધવા માટે
+૧. મહાગોપ-ગેપ એટલે ગોવાળ. જેમ ગોવાળ પિતાની નિશ્રામાં રહેલા પશુઓનું પાલન, સંરક્ષણ, વગેરે કરે છે, તેમ શ્રી તીર્થકર ભગવંતે સર્વ જીનાં પાલન (ધર્મપુષ્ટિ), સંરક્ષણ (અધર્મથી), વગેરેને કરનારા હેવાથી તેઓ મહાગપ છે.
૨. મહાનિયમિક–નિયમક = સ્ટીમરને કેપ્ટન. જેમ કેપ્ટન સ્ટીમરને સમુદ્રના કિનારે પહોંચાડે છે, તેમ આ ભવસમુદ્રમાં જીને ધર્મરૂપ સ્ટીમરમાં બેસાડીને મોક્ષરૂપ કિનારે પહોંચાડનારા હોવાથી શ્રી તીર્થંકર મહાનિર્ધામક છે.
૩. મહાસાર્થવાહ–પૂર્વનાં કાળમાં વેપાર વગેરેના અર્થે મોટા મોટા સાર્થો (કાફલાએ) નીકળતા. સાર્થવાહ એટલે સાર્થના આગેવાન. સાર્થવાહ સાથેના પ્રત્યેક ઘટકની જેમ કાળજી રાખે તેમ ધમ પુરૂષના સાર્થને શ્રી તીર્થકર ભગવંતે સંભાળતા હોવાથી તેઓ મહાસાર્થવાહ છે.
૫૧