________________
કરુણા ભાવનાને ચિત્તમાં સ્થિર કરનાર આત્માને અહંકાર ઓગળી જાય છે.,
પ્રત્યેક વસ્તુનું બળ સ્થાન વિશેષને પામીને જ હાનિકર કે હિતકર બને છે; સ્થાન ભેદે તે જ વસ્તુનું હાનિકારક બળ પણ હિતકારક બને છે. વિષયમાં પ્રેમ એ હાનિકારક છે, પણ તે જ પ્રેમને વિષય જે પરમાત્મા બનાવવામાં આવે તે લાભને પાર જ રહેતું નથી. વિષયોમાં વિરક્તિ (ઉપેક્ષા) એ પરમ સુખનું સાધન છે, પણ એ જ ઉપેક્ષા જે ધર્મ તરફ થઈ જાય છે તે મહાન દુઃખનું મૂળ બની જાય છે. આવી જ રીતે પોતાના વર્તમાન દુખ પ્રત્યેનો દ્વેષ એ એક એવી આગ છે કે જે આત્માને નિરંતર બાળે છે; પણ તે જ શ્રેષને વિષય જ્યારે બીજાનું દુખ બને છે, ત્યારે તે જ વૈષ આગને બદલે શેકનું કામ કરે છે. જેમ શેક (Fomentation) સેજા વગેરેથી થતા દુઃખને દૂર કરે છે, તેમ પરદુઃખવિષયકઠેષરૂપે કરુણા ભાવના આર્તધ્યાનરૂપ મહાગથી ઉત્પન્ન થતાં અનેક દુઃખનું નિવારણ કરે છે.
વર્તમાનકાલીન સ્વદુઃખવિષયક ઠેષ એ સર્વ સંક લેશેનું મૂળ છે. તે અત્યંત સંકુચિત વૃત્તિ છે. સંકુચિત
એવી તે વૃત્તિ જ્યારે સર્વ દુઃખી પ્રાણીઓનાં દુઃખ જેટલી વિસ્તૃત બને છે, ત્યારે સંકલેશને નાશ થાય છે અને ચિત્ત નિર્મલ બને છે.
જેન સિદ્ધાંત મુજબ તીર્થકર નામક ઉપાર્જન કરનાર
૫૦