________________
રીતે વરસે છે. આ કરુણા સાધકનું અધિકગુણવાળા આત્માઓની સાથે મિલન કરાવી આપે છે, જેથી સાધકમાં નવા નવા ગુણેનો પ્રાદુર્ભાવ થાય છે. જે બીજાઓને સહાય કરે છે, તેના દુઃખ વખતે બીજાઓ પણ તેને સહાય કરે છે.
જે જીવ બીજાનાં દુઃખને દૂર કરવાના ઉપાયને હૃદયમાં વિચારે છે, તે પરિણામે વિકાર વિનાનું (અવ્યાબાધ સુખ પામે છે.
સર્વ ભવ્ય જી કરુણા ભાવનાના અભ્યાસની પરાકાકાને પામીને “કરુણાસિંધુ પદવીને વરે, એ જશુભેરછા.