Book Title: Dharmbij
Author(s): Anahat
Publisher: Hiralal Maniklal Shah

View full book text
Previous | Next

Page 22
________________ - અસકતા શા વન્દન નમસ્કારાદિ કરવાથી પ્રભેદભાવ પ્રગટ થઈ શકે છે. ગુણ આત્માની સ્વ–પર ઉભયકૃત વન્દનાદિ પૂજા જેઈને સર્વ ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતે હર્ષ જ્યારે સ્વભાવસિદ્ધ બને ત્યારે પ્રમોદભાવના પરિપૂર્ણ થાય છે. ૪. પરોપામુપેક્ષા દોષો બે પ્રકારના હોય છે, એક સાધ્ય અને બીજા અસાધ્ય. અસાધ્ય દેવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે, તે વખતે ઉપેક્ષા (માધ્યચ્ચ)ભાવના ખાસ હિતકર છે. ઉપેક્ષાભાવના કે માધ્યભાવના કર્મની પ્રબળતા અને પરતંત્રના વિચાર કરાવે છે, અને તેથી આવેલે રેષ શમાવી દે છે. આ માધ્યચ્યભાવ જેમ અસાધ્ય દોષવાળા પ્રાણીઓ પ્રત્યે કેળવવાને છે તેમ સુખ આપવા માટે સર્વથા અસમર્થ એવાં વિષયનાં સુખે પ્રત્યે પણ કેળવવાને છે. ચાર ગતિમાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવતે જીવ ફવચિત મનુષ્ય અને દેવાદિ ગતિએને વિષે સર્વ ઇન્દ્રિઓને ઉત્સવ કરાવનારાં તથા મનને આહૂલાદ આપનારાં વિષય સુખને પામે છે, પરન્તુ તે વખતે તેની અસારતા અને ક્ષણવિનશ્વરતાને નહિ જાણતા તે તેના ભાગમાં આસક્ત બની જાય છે અને પરિણામે અનંત દુઃખનો અધિકારી થાય છે. માધ્યચ્ચ ભાવનાના મર્મને પામેલે આત્મા તે વખતે વિષયસુખની અસારતાને અને કદાચિલ્કતાને (તેનું કોઈક જ વાર મળવાપણું અને મળ્યા પછી તુરત જ ચાલી જવા પણું) જાણતો હોવાથી તેના પ્રાયે ઉદાસીન ભાવને ધારણ કરી શકે છે ! 19

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138