________________
' મૈત્રીભાવનાને અનુકૂલ કેટલીક વિચારણાઓઃ - ૧. “પરસ્પરોપકો ડીવાનજી પરસ્પર ઉપકારક છે, અર્થાત એકબીજા પર ઉપકાર કરવો એ જીવેનો સ્વભાવ છે. કોઈ પણ જીવ બીજા પર સ્વભાવથી અપકાર કરતે નથી, કિન્તુ કમને પરાધીન એ તે બીજા પર અપકાર કરવા માટે કર્મથી જ પ્રેરાય છે. જીવ સ્વયં નિરપરાધી છે, અપરાધી તે કર્મ છે.
૨. આ માનવભવ અત્યંત દુર્લભ છે. તેમાં કેવળ ધર્મની જ સાધના કરવી જોઈએ. ક્ષમા, ઔદાર્ય, સજ્જનતા વગેરે અનેક સદ્દઘુણોને કેળવવા માટે આ જન્મ છે, એમાં વળી ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, વર વગેરેને સ્થાન હોય ?
૩. આ ભવમાં કરેલ વૈરવિરોધની પરંપરાઓ અનેક ભ સુધી ચાલે છે. ચંડકૌશિક વગેરેનાં દૃષ્ટાંતે આ વાતનું સમર્થન કરે છે. રાવણ અને લક્ષ્મણના ભાવમાં વાવેલાં વરનાં બીજે તેમને હજી પણ નરકમાં લડાવી રહ્યાં છે. વિર બાંધનાર આત્મા પિતાનાં જ સુખના માર્ગમાં કંટક વેરે છે.
૪. વૈરવિધના બદલે મિત્રી ભાવનાનાં બીજ નાખવામાં આવે તે આ જીવનમાં તેમજ આગામિ ભમાં આપણને સુખ, શાંતિ, પવિત્રતા, ચિત્તની સ્વસ્થતા વગેરે અનેક શુભ વસ્તુઓ પ્રાપ્ત થાય છે.
* જુએ “તત્ત્વાર્થાધિગમસૂત્ર” ૫. ૨૧.
12