________________
રહ્યા છે.
સમ્યગ્દષ્ટિ દેવતાઓ પણ આ સાધનાને ઝંખી રહ્યા છે. પુણ્યના ચેાગે હું કેટલેા ઊંચે આવ્યા છું ! કેટલી કેટલી દુર્લભ આ મારી વર્તમાન સ્થિતિ ! ’વગેરે વિચારણા એ આત્મસ્થિતિવિષયક પ્રમાદ છે. આ પ્રમેાદ જીવને સાધનામાં આગળ વધારે છે અને સામાન્ય જીવાને અત્યંત દુષ્કર લાગે એવાં અનેક અનુષ્ઠાનેાને (ઉપસર્ગપરીષહસહનાદિને) આચરવામાં અપૂર્વ બળ આપે છે.
· શ્રી અરિહંત ભગવતાનું આ શાસન અત્યંત ઉત્તમ છે. નિશ્ચયથી મારે આત્મા પણ અરિહંતના આત્મા જેવા જ છે, તેથી તેમનું શાસન તે અપેક્ષાએ મારું જ શાસન છે. તેમનાં × સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મારાં જ છે. + ચતુર્વિધ સંધ મારા છે. 'ઈત્યાદિ વિચારણા પણ એક જાતના પ્રમાદ છે. આવી જાતના પ્રમેાદથી શાસનનાં પ્રત્યેક અંગ તરફ અદ્ભુત આદર અને વાત્સલ્ય જાગે છે; જેમ માતા પેાતાના પુત્રોના દોષોને ગૌણ બનાવે છે અને ગુણાને જોઈ જોઈને રાજી થાય છે, તેમ આપણને પણ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વગેરે બધાના ગુણા જોઈને આન થાય છે. આવા પ્રમાદ પરાકાષ્ઠાને પામે
* મેાક્ષમા પ્રત્યે પરમશ્રદ્ધાવાળા.
× સાધુ=સન્યસ્ત સયમી પુરૂષ. સાધ્વી=સન્યસ્ત સંચમી સ્ત્રી. શ્રાવક=આંશિક સ યમને ધમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારનાર ગૃહસ્થ. શ્રાવિકા=આંશિક સયમને ધ શ્રદ્ધાપૂર્વક ધારણ કરનાર ગૃહિણી. + સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ જૈન સંઘના ચાર અંગેા છે.
પ