________________
દુ:ખી પ્રાણીઓનાં દુઃખ દૂર થા,' ‘ખીજાઓનુ દુઃખ તે મારુ' જ દુઃખ છે, ઇત્યાદિ ભાવના તે કરુણા
ભાવના છે.
દુઃખિતને જોઇને સત્પુરુષાના હૃદયમાં એક પ્રકારના કપ ઉત્પન્ન થાય છે, અને ખીજાઓનાં દુઃખ દૂર કરવાની તેમને તાલાવેલી જાગે છે, તે તેમની અનુકંપા છે. અનુ એટલે બીજાએનું દુ:ખ જોયા પછી અને કપ એટલે હૃદયમાં થતી તે દુ:ખ દૂર કરવાની લાગણી, ખીજાઓને દુ:ખ ન થાય તે રીતે વર્તન તે દયા છે. સત્પુરુષ હીનગુણુ કે દુ:ખી જીવાના તિરસ્કાર કરતા નથી, એ તેમની અઘૃણા છે.
મહાન પુરુષ દીન જીવાને સુખ આપવા માટે સદા તત્પર હોય છે, એ તેમના દીનાનુગ્રહ છે.
કરુણા, અનુકંપા, દયા, અધૃણા, દીનાનુગ્રહ વગેરે શબ્દો સમાન અથવાળા છે.
૪૫