________________
કરુણાના લૌકિક અને લોકોત્તર અથવા સ્વાત્મવિષયક અને પરાત્મવિષયક અથવા વ્યાવહારિક અને નૈૠયિક એમ બે બે પ્રકાર પાડી શકાય. લૌકિક કરુણાના મહજન્ય અને દુખિતદશનજન્ય એમ બે વિભાગ કરી શકાય અને લોકોત્તર કરુણાને સંવેગજન્ય અને સ્વાભાવિક એ બે વિભેદમાં વહેંચી શકાય.
ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, વસ્ત્રહીનને વસ્ત્ર, નિરાશ્રિતને આશ્રય, લાનને ઔષધાદિ આપવું વગેરે લૌકિકકરુણા છે. અનાથાશ્રમે, સાર્વજનિક ઔષધાલય વગેરેના સંચાલન પાછળ પ્રાયઃ લૌકિક કરુણું કામ કરે છે. લૌકિક શિક્ષણ આપતી સરકારી શાળાઓ વગેરે પણ આ જાતિની ભાવનાના પાયા ઉપર ઊભી હોય છે. અજ્ઞાન એ અનેક દુઃખનું કારણ છે. તે દૂર કરવા માટે અપાતું લૌકિક શિક્ષણ એ અપેક્ષાઓ કરુણાનું જ કાર્ય છે, એમ કહી શકાય.
લૌકિક કરુણા ઉત્પન્ન થવાના બે હેતુ છે. મેહ અને દુખિતદશન. ગ્લાન માણસ કેઈ અપથ્ય વસ્તુ માગે ત્યારે તેને તે આપી દેવાની અભિલાષા તે મેહજન્ય લૌકિકકરુણું છે. ભૂખ્યાને જોઈને અન્ન આપવું વગેરે દુખિતદર્શન જન્ય લૌકિક કરુણુ છે; આ કરુણા + માર્ગાનુસારી આદિ જાને હોય છે. કરી સર્વ દુઃખેનું મૂળ કારણ કર્મ છે. કમને નાશ
+ માર્ગનુસારી = ધર્માભિમુખ.