________________
ભવ્યત્વનાં દર્શન કરવા જોઈએ. નાના બાળક મુનિને ભલે પુરી સમજ વગર પણ વંદન કરતે હોય, છતાં તેવી નાની ક્રિયા પણ આ ભવસાગરમાં બહુ જ થેડા આત્માએને પ્રાપ્ત થાય છે અને તે બાળકની ભવિષ્યની મહાન ઉન્નતિનું કારણ છે, એ વિચારી તે નાની ક્રિયાની પણ આંતરિક અનુમોદના કરવી જોઈએ. તત્ત્વતઃ તે અનુમોદના એટલે તે ક્રિયાને બતાવનાર શ્રી અરિહંત પરમાત્મા તરફ જ અમેદભાવ છે.
- પરમપ્રકૃષ્ટપુણ્યપ્રકૃતિ જે તીર્થંકરનામ કર્મ તેના ઉપાર્જનનું કારણ પ્રમેદભાવનાની પરાકાષ્ઠા છે. તીર્થકનામકર્મ ઉપાર્જન કરનાર પુણ્યાત્મા પૂર્વના તીર્થ કરે પર ઉત્કૃષ્ટ પ્રમાદને ધારણ કરે છે. આવા પ્રમોદના કારણે જ તે મહાત્મા અખિલ જગના પ્રમાદને ઉત્કૃષ્ટ વિષય બને છે.
જિનાલય વગેરે ધર્મનાં આલંબનો જોઈને પ્રમોદ થવું જોઈએ. આ આલંબને સંસારસાગરને તરવા માટે નૌકાઓ છે. આ આલંબને પ્રત્યેને પ્રમેદ આપણને અશુભ આલંબનથી બચાવે છે અને જ્યાં સારા આલંબને હેય, ત્યાં આપણને જન્મ અપાવે છે. તે જન્મમાં પણ આપણને શુભ આલંબને જોઈ અમેદ જાગે છે અને
+ તીર્થકર નામકર્મ=આ કર્મને ઉપાર્જન કરનાર મહાત્મા ધર્મતીર્થના પ્રવર્તક બને છે, તેમને યોગની સર્વશ્રેષ્ઠ વિભૂતિઓ વરે છે. વિશેષ વર્ણન માટે જુઓ કર્મગ્રંથાદિ સાહિત્ય.
૩૩