________________
પિતાના જ સુખની ચિતારૂપ આર્તધ્યાન તે નાશ પામે છે.
પ્રમોદભાવનાના સતત અભ્યાસથી પુણ્યનું આકર્ષણ વધતું જાય છે, ઈર્ષા, અસૂયા વગેરે અશુભ માનસવૃત્તિઓ નાશ પામે છે, શુભવૃત્તિઓ જાગે છે, સત્કાર્યો કરવાને ઉત્સાહ પ્રવર્ધમાન બને છે, મનનાં ઈર્ષ્યા, અસૂયા વગેરે મળે ધોવાઈ જવાના કારણે વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે અને શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન (શુકલધ્યાન) કરવા માટેની યોગ્યતા આત્મામાં પ્રગટ થાય છે. પ્રમોદભાવનાને અભ્યાસ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ મન અધિક પ્રસન્ન અને એકાગ્ર બને છે, અને તેથી આત્મિક આનંદમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે. જે ગુણ આત્માઓ પ્રત્યે પ્રમાદને ધારણ કરે છે, તેના પર તે મહાત્માઓની અપૂર્વ કરુણા ઊતરે છે અને હીનગુણ આત્માઓના અમેદનું તે પાત્ર બને છે. પ્રમેદને વાણી દ્વારા ઉચિતસ્થાને વ્યક્ત કરવાથી વાણી પવિત્ર બને છે. અમેદભાવનાથી ગુણેને શોધવાની વૃત્તિ જાગે છે.
જે જે રીતે આપણે પ્રભેદભાવ વધે, તે તે રીતને ઉપયોગ કરી શકાય તેમ છે. પ્રમોદભાવનાની સાધનાના પરમેષ્ટ સાધન શ્રી નમસ્કાર મહામંત્રને હૃદયમાં સદેવ ધારણ કરવું જોઈએ. પ્રમોદભાવનાસ્વરુપ શ્રી નમસ્કાર મહામંત્ર આપણને શાનાં તે અતિગૂઢ રહસ્ય સમજાવશે કે જેથી આપણે શીધ્રતઃ પરમકલ્યાણનાં ભાજન બનશું.
સર્વ જી પ્રમોદભાવનાની પરાકાષ્ઠાને પામીને પરમ અમદમય એવા મુક્તિપદને વરે, એ શુભેચ્છા.
૩૭