________________
તે તે શ્રીતીર્થકરનામકર્મની ઉપાર્જનામાં પણ કારણ બને, એમાં આશ્ચર્ય જ શું છે?
શ્રી અરિહંતની આજ્ઞાનું યથાર્થ પાલન એ શ્રેષ્ઠ પ્રકારનું પ્રમાદ છે, કારણ કે આજ્ઞાપાલન એ જ ઉત્કૃષ્ટ ભક્તિ છે. પ્રમેદ એટલે બહુમાન. આજ્ઞાપાલન એ જ શ્રી અરિહતેનું સર્વશ્રેષ્ઠ બહુમાન છે. શ્રી અરિહંતેએ બતાવેલ ગૃહસ્થ કે સાધુ ધર્મનું પાલન એ પણ પ્રમાદ જ છે.
બીજાના સુખને જોઈ સંતુષ્ટ થવું એ પણ એક પ્રકારને પ્રમેદભાવ છે. સામાન્યતઃ સુખ ચાર પ્રકારનાં છે. તે પ્રકારે આ મુજબ છે –
(૧) આપાતરમ્ય સુખ-જે વૈષયિક સુખ તત્કાલ રમણીય લાગે પણ પરિણામે અસુંદર હોય તે “આપાતરમ્ય” કહેવાય. જેમ, અપથ્ય આહારથી મળતું સુખ.
(૨) સદ્ધતુ સુખ – જે ઐહિક સુખ તત્કાલ રમણીય અને પરિણામે (આ લેકમાં) સુંદર હોય તે “સહેતુ” કહેવાય. જેમ, સ્વાદિષ્ટ પથ્ય આહારનું સેવન. - (૩) અનુબંધયુત સુખ-ધર્મના પાલનથી મળતું અવિચ્છિન્ન સુખ. જેમ, પુણ્યાનુબંધિપુણ્યથી મળતું સુખ
(૪) પરમસુખ-મોહનીયાદિ કર્મના ક્ષયથી ઉત્પન્ન થતું અવ્યાબાધ સુખ તે પરમસુખ કહેવાય.
આમાં પ્રથમ બે સુખ મૈત્રીભાવનાનાં વિષય છે અને અંતિમ બે સુખ પ્રમેદભાવનાનાં વિષય છે. બીજાના સુખને જોઈ સંતુષ્ટ થવાથી મન પ્રસન્ન બને છે, અનુત્તર સુખ મળે છે, અને તેથી સર્વ સંક્લેશનું મૂળ છે