________________
આપણાં સર્વ અનુષ્ઠાને અમેદ ભાવનાથી ઓતપ્રોત છે. કોઈ પણ અનુષ્ઠાનની શરૂઆત પ્રાયઃ ખમાસમણથી થાય છે. “ખમાસમણ એ પ્રમોદભાવના પ્રદર્શિત કરવાના અનુષ્ઠાનને જ એક પ્રકાર છે. કાર્યોત્સર્ગમાં જિનેશ્વર અથવા +પંચપરમેષ્ઠિનું ધ્યાન હેય છે, જે પ્રદ ભાવનોજ વિષય છે. પ્રત્યેક ક્રિયા શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને કરવાની છે. ક્રિયાના પ્રારંભથી અંતસુધી આપણું ચિત્ત રત્ન તે ક્રિયાને બતાવનાર શ્રીજિનેશ્વરદેવના ધ્યાનથી અલંકૃત હોય તે જ તે ક્રિયા ભાવકિયા ક (અમૃતકિયા) બને છે. ક્રિયાને બતાવનાર શ્રીજિનેશ્વરદેવનું પ્રણિધાન એ પ્રમોદ ભાવના છે. ક્રિયાને અમૃતમય બનાવનાર પણ તે જ છે. ક્રિયાની પૂર્ણાહૂતિ પછી પણ થયેલ સુકૃતની અનમેદના (પ્રમેદ ભાવ ધારણ) કરવામાં આવે તે તે ક્રિયાનું ફળ વધતું જ જાય છે.
* ખમાસમણુ-વંદન ક્રિયા માટેનું સૂત્ર. વિશેષ સમજણ માટે જુઓ “પ્રતિક્રમણ સૂત્ર”.
* કાયોત્સર્ગ=એક પ્રકારની ધ્યાનમુદ્રા. * જિનેશ્વર=અરિહંત, તીર્થંકર
+ પંચપરમેષ્ઠિઓ: ૧ અરિહંત, ૨ સિદ્ધ (મુક્ત), ૩ આચાર્ય (સદાચારને પાળનાર અને પળાવના૨), ૪ ઉપાધ્યાય (આગમોનું અધ્યયન અને અધ્યાપન કરનાર) અને ૫ સાધુ (મક્ષ માર્ગમાં સહાય કરનાર).
૯ ભાવઢિયા, અમૃતક્રિયા એક્ષપર્યત લઈ જનારું સદનુષ્ઠાન.