________________
ધર્મનાં ફળ જીવને ગમે છે, પણ ધર્મ કરે તેને ગમતું નથી, પાપનાં ફળે તરફ તેને અણગમે છે, પણ પાપ કરવાથી તે દૂર રહી શકતો નથી. ધર્માચરણ ન ગમવાનું કારણ તેને ધર્મ તરફ ઉપેક્ષા છે. ધર્મ પ્રત્યેની ઉપેક્ષા તેને ધમ આત્માઓ પ્રત્યે ઉપેક્ષાભાવવાળે બનાવે છે.
વાસ્તવિક રીતે ઉપેક્ષા પાપ અને પાપીઓ તરફ હેવી જોઈએ, પણ ત્યાં તેને ઉપેક્ષાને બદલે પ્રમોદ (માનસિક હર્ષ) છે. સુકૃત અને સુકૃતવંત આત્માઓને જોઈને આનંદ થ જોઈએ, પણ ત્યાં તેને ઉપેક્ષા છે. આ ઉપેક્ષાવૃત્તિ અને પ્રમોદવૃત્તિ જીવમાં અનાદિ કાળથી છે, પણ તે બે વૃત્તિઓ અગ્ય સ્થાને ગોઠવાયેલી છે. સર્વશાસ્ત્રોનું તાત્પર્ય એ બે વૃત્તિઓનું યથાસ્થાને નિજન કરવું એ જ છે.