________________
એવા શ્રી અરિહંત પરમાત્મા બનાવવા જોઈએ. વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી અરિહંત જ ઉપાસ્યતમ છે, તેમનું માનસિક સ્મરણ એ પરમ પ્રમેહનું દ્યોતક છે.
સર્વગુણસંપન્નત્વની પ્રાપ્તિ માટે કોઈ પણ વ્યક્તિમાં રહેલ નાના કે મોટા સર્વ ગુણે તરફ પ્રમોદ અત્યંત આવશ્યક છે. ગુણ તરફને પ્રમાદ તે જ સાચું કહેવાય કે જે ગુણપ્રત્યે પણ બહુમાન હેય. બીજામાં રહેલા ગુણોની અનુમોદના નથી, ત્યાં નિર્મલ+ સમ્યક્ત્વ પણ નથી.
આપણામાં જે ગુણ નથી તે ગુણની પ્રાપ્તિ કરવી હેય તે પ્રમાદભાવના એ રાજમાર્ગ છે. તે ગુણ જેમનામાં પરાકાષ્ઠાને પામ્યું હોય, તેમના તરફનું બહુમાન વધારવું જોઈએ. આપણને બ્રહ્મચર્ય ગુણની પ્રાપ્તિ કરવી હોય, તે અબ્રહ્મનું મૂળ કારણ જે મેહનીય કર્મ, તેનું જેમણે સમૂલ ઉમૂલન કર્યું હોય, એવા શ્રી વીતરાગ ભગવંત તરફ આપણું ચિત્ત પરમ આદરવાળું બનાવવું જોઈએ. આ આદર-પ્રમોદથી યુક્ત એવું ચિત્ત આપણને તે પુણ્ય આપે
+ભાવથી જિનેક્ત પદાર્થોનું શ્રદ્ધાન
*મેહનીય કર્મ – જૈન સિદ્ધાંત મુજબ કર્મ સત્ છે. કર્મના અણુઓ આત્મિક જ્ઞાનાદિ શક્તિઓને આવરે છે. કર્મસાહિત્ય કર્મના અણુઓની જ્ઞાનાવરણુયાદિ ૮ સ્થૂલ વિભોગામાં વહેંચણી કરે છે. મોહનીય કર્મના અણુઓ આત્માને હેયમાં ઉપાદેયની અને ઉપાદેયમાં હેયની બુદ્ધિ કરાવે છે. વિશેષ સમજ કર્મગ્રંથ' વગેરેથી મેળવવી.