________________
કરવા જીભ તત્પર બને અને કંઠ ભરાઈ જાય, ત્યારે સમજવું કે તે પ્રમેદ ઉત્કૃષ્ટ છે.
અંતરમાં પ્રમોદભાવ ન હોય તે પણ બાહ્ય વિનયાદિનું સેવન ચાલુ રાખવું જોઈએ, કારણ કે તે આંતરિક પ્રભેદને જગાડે છે. કેટલાક એમ માને છે કે અંતરમાં ભાવ ન હોય તે બાહ્ય ક્રિયા વ્યર્થ છે, પણ તે બરાબર નથી. બાહ્ય ક્રિયા પણ ભાવનું કારણ બની શકે છે. નાના બાળકને શરુઆતમાં માતાપિતાને પ્રણામ કરવાને ભાવ નથી હોતો, છતાં બાલ્યાવસ્થાથી જ જે તેને વિનયાદિમાં પ્રેરવામાં આવે તે તે ભવિષ્યમાં માતા પિતા તરફ આદરવાળે બને છે.
ગુણી પુરુષમાં રહેલા ગુણોને જોઈને હર્ષ અને અનુમોદના એ પ્રદ છે. ગની શરુઆત પ્રમદ ભાવનાની શરુઆત સાથે થાય છે, માટે પ્રમોદ ભાવનાને ગબીજ કહેવાય છે. ચરમપુદ્ગલપરાવર્તમાં અસવસ્તુમાં રહેલો આગ્રહ દૂર થાય છે તથા હેયમાં હેય બુદ્ધિ અને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવની ગ્યતા વધતાં તેને શ્રી સશુરૂનો યોગ પ્રાપ્ત થાય છે અને તેમના ઉપદેશથી તેનામાં પ્રભેદ ભાવનારૂપ બીજનું વપન થાય છે. શાસ્ત્રકારે આ બીજને ગબીજ કહે છે. અહિં જીવને ઉપાસ્યતમ એવા શ્રી અરિહતેની સાથે માનસિક સંબંધ થાય છે,
* ચરમપુગલપરાવર્ત=ધર્મની પ્રાપ્તિને કાળ.