________________
નમતો નથી, તેને બીજા પણ નમસ્કાર કરતા નથી. આપણને જે સત્કાર મળે છે, તેનું કારણ એ છે કે આપણે ગુણી આત્માઓને આદર આપીએ છીએ. આપણે જે પ્રશંસા થાય છે, તેમાં આપણે પૂર્વના જન્મમાં કરેલી ગુણી પુરુષની પ્રશંસા અને તેનાથી પ્રાપ્ત થયેલ શુભ અદૃષ્ટ કારણ છે. તીર્થકરેને જે તીર્થંકરપણું પ્રાપ્ત થાય છે, તેનું કારણ તેમણે પૂર્વના તીર્થંકર પ્રત્યે પૂર્વના જન્મમાં બતાવેલો પ્રમેદ છે.
નૈશ્ચયિક (નિશ્ચયનય) પ્રમાદ એટલે મહાત્માઓમાં દેખાતા શમ, દમ, ઔચિત્ય, ધૈર્ય, ગાંભીર્ય વગેરે ગુણ તરફનો માનસિક પ્રહર્ષ. આ માનસિક પ્રહર્ષ તે મહાત્માએને વિનય, તેમને વંદન, તેમની સેવા, તેમની સ્તુતિ, તેમનો વર્ણવાદ (પ્રશંસા) વગેરે કાયિક અને વાચિક રોગોથી અભિવ્યક્ત થાય છે. આ અભિવ્યક્તિ એ વ્યવહારનયને પ્રદ છે. કોઈ મહાપુરુષને જોઈને જ્યારે આપણું શરીર રોમાંચ ધારણ કરે, આંખોમાંથી હર્ષના અશ્રુઓ વહે, કાન તેમનાં વચન સાંભળવા માટે આતુર બની જાય, તેમનાં ગુણગાન
*નય એટલે વિચાર પદ્ધતિ. નિશ્ચયનય ઉપાદાન કારણ (આત્માદિ )ને પ્રધાન માને છે. વ્યવહારનય બાહ્ય નિમિત્તને મુખ્ય માને છે. ____ + वदनप्रसादादिभिः गुणाधिकेषु अभिव्यज्यभाना अन्तर्भक्तिः અનુરાઃ પ્રમો ગિશાસ્ત્ર ટીકા
ગુણાધિક પુરૂષને જોઈને મુખની પ્રસન્નતા વગેરે વડે કરીને અભિવ્યક્ત થતો (આંતરિક ભક્તિ રૂપ છે) અનુરાગ તે પ્રમાદ છે.